તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરદારનગરમાં હત્યા:ઉછીના 17 હજાર માટે 3 યુવકે મિત્રની હત્યા કરી; રોડ પર તરફડિયા મારતાં યુવકને બચાવવાને બદલે લોકો જોતા રહ્યા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરદારનગરમાં રૂ.17 હજારના મામલે 3 મિત્રોએ છરીના ઘા મારી એક યુવકને મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હતા. સરદારનગર પોલીસે યુવકની હત્યા કરનાર ૩ આરોપીને ઝડપી લીધા છે. બીજી તરફ પૈસાની લેવડદેવડમાં સ્થાનિક ચાની કીટલીવાળાની શંકાસ્પદ ભૂમિકા પ્રકાશમાં આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

કુબેરનગર લક્ષ્મીનગરમાં રહેતા નિખિલ પરમારે ઈન્દિરાનગરમા રહેતા મિત્ર કિશન ઠાકોર પાસેથી રૂ.17 હજાર લીધા હતા, જે નિખિલ પરત આપતો નહોતો. રવિવારે કિશને નિખિલને ફોન કરી મળવા બોલાવ્યો હતો. કિશનની સાથે તેના મિત્ર વિપુલ અને વિશાલ હતા. નિખિલ કિશનને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આથી આવેશમાં આવીને કિશને ખિસ્સામાંથી છરી કાઢી નિખિલને કમરના ભાગે મારી દીધી હતી. તરફડિયા મારતા નિખિલને બચાવવાને બદલે લોકો તેનો વીડિયો ઉતારતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...