સફળ સર્જરી:3 વર્ષનું બાળક પાણી સમજીને એસિડ પી જતા અન્નનળી સંકોચાઈ, ઓપન હાર્ટ સર્જરી કરાઈ

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
સર્જરી કરેલા બાળક સાથે તેના માતા-પિતાની તસવીર - Divya Bhaskar
સર્જરી કરેલા બાળક સાથે તેના માતા-પિતાની તસવીર
  • બાળકની સર્જરીનો તમામ ખર્ચ દુબઇની મહિલાએ ઉપાડ્યો

બોટાદના બરવાળામાં ખેતીકામ કરતાં પરિવારનું 3 વર્ષીય બાળક પાણીની બોટલમાં ભરેલું એસિડ પાણી સમજીને પી જતાં બરવાળા, ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર કરાવવા છતાં ફેર ન પડતાં, અમદાવાદની ખાનગી હોસ્પિટલના તબીબોએ બાળકની અન્નનળીનો બે સેન્ટિમીટર જેટલો ક્ષતિગ્રસ્ત ભાગ કાઢીને બે કલાકની સફળ સર્જરીથી બાળકને તકલીફમુક્ત કર્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સર્જરીનો તમામ ખર્ચ દુબઇ સ્થિત મહિલાએ ઉપાડ્યો છે.

અમરદીપ હોસ્પિટલના બાળસર્જન ડો.અનિરુધ્ધ શાહ-અમરદીપ શાહ જણાવે છે કે, બાળક પાણી સમજીને એસિડ પી જતાં તેને તાત્કાલિક બરવાળા અને ભાવનગરની હોસ્પિટલમાં લઇ જઇ ઓક્સિજન ચઢાવીને 10 દિવસ બાદ રજા આપી હતી. તો પણ બાળકને ખોરાક સાથે દૂધ- પાણી ઉતરવામાં તકલીફ પડતી હતી, જેથી દૂરબીનથી તપાસ કરતાં બાળકની અન્નનળીનો બે સેન્ટિમીટરનો ભાગ સંકોચાયાનું નિદાન થતાં વધુ સારવાર માટે અમદાવાદ લાવી એન્ડોસ્કોપી કરીને સળિયાથી અન્નનળીનો ભાગ પહોળો કરાયો.

આ પ્રક્રિયા દર 10 દિવસે કરાવવી પડતી હોવાથી પરિવાર માનસિક-આર્થિક રીતે ભાંગી ગયો હતો. ત્યારબાદ 25 મેએ અમારી હોસ્પિટલમાં આવતાં એન્ડોસ્કોપીની તપાસ કરી છાતી ખોલીને અન્નનળીનો સંકાચાયેલો બે સેન્ટિમીટર ભાગ કાઢીને અન્નનળીને જોડવાની સફળ સર્જરી કરતા બાળક દર્દમુક્ત થયો છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી દુબઇ સ્થિત અમારા જૂના દર્દી નંદિનીબેને બાળકની સર્જરીનો તમામ ખર્ચ ઉપાડીને માનવતાની મહેંક પ્રસરાવી છે.

સર્જરીમાં અન્નનળીનો 2 સેમી ક્ષતિગ્રસ્ત ભાગ કાઢવામાં આવ્યો
એસિડ, આલ્કલી, બ્લિચિંગ પાણી અને સ્ટ્રોંગ ટોઇલેટ ક્લીનર બાળકથી દૂર રાખવાં જોઇએ. 2થી 4 વર્ષના બાળકો ભૂલથી જલદ પ્રવાહી પી જાય છે, જેને લીધે કેમિકલ ન્યુમોનિયા, મોઢામાં ચાંદા, અન્નનળીમાં ચાંદુ કે કાણું કે તેજ કેમિકલ પેટમાં જાયતો હોજરીમાં કાણું પડતાં બાળકને બચાવવું મુશ્કેલ બને છે. તેમજ આવા પ્રવાહીના ઉત્પાદકોએ બાળક આકર્ષિત થાય અને બાળકથી ઢાંકણું ખુલે નહીં તેવી બોટલ બનાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...