ક્રાઇમ:પોલીસ સાથે ઝઘડો કરનારા રિક્ષાચાલક સહિત 3 પકડાયા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છૂટ ન અપી હોવા છતાં રિક્ષામાં ફરતા હતા

રિક્ષાઓ પર પ્રતિબંધ હોવા છતાં એક રિક્ષાચાલક નીકળ્યો હતો. જેથી પોલીસે તેને પાછો મોકલી દેતા તે ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ થોડીવાર પછી 2 માણસોને સાથે લઇને નાકાબંધી પોઈન્ટ ઉપર આવ્યો હતો અને  રિક્ષાચાલક સાથેના બે માણસોએ પોલીસ કર્મચારીઓને ધમકી આપી હતી કે, હું સૌથી મોટો દાદા છું, તું મને ઓળખતો નથી,જો તું અમને જવા નહીં દે તો તને જોઇ લઇશું. જોકે અન્ય પોલીસ કર્મચારીઓ ત્રણેયને ઝડપી લીધા હતા. નરીમાનપુરા ખાતે નાકાબંધી પોઈન્ટ પર એક રિક્ષા પસાર થતા તેને પોલીસે રોકી હતી અને ચાલકનું નામ પૂછતા તેણે હિતેશ રાવળ જણાવ્યું હતું. જોકે લોકડાઉનમાં રિક્ષાઓ ઉપર પ્રતિબંધ હોવાથી હિતેશને જ્યાંથી આવ્યો હોય ત્યાં પાછો જતો રહેવા સૂચના આપી હતી. જેથી હિતેશ ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ થોડીવાર પછી રિક્ષામાં બે માણસોને લઇને પાછો આવ્યો હતો.  બંને માણસોએ નાકાબંધી પોઈન્ટ ઉપર હાજર વિજયભાઇ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડો કરી દાદાગીરી હતી. જેથી અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવતા તે ત્રણેયને ઝડપી લીધા હતા. પૂછપરછ કરતા રીક્ષા ચાલક હિતેશની સાથે આવેલા તે 2 માણસ સાગર પરમાનંદઅને સંગમ હરિકૃષ્ણ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વિજયભાઇએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...