તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર ક્રાઇમ:ઓનલાઈન ઓક્શન રિફંડમાં ચેડાં કરી 3 વેપારીએ 7 લાખની ઠગાઈ કરી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • માઇનિંગના વેપારીની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ, બેની ધરપકડ
 • આરોપીઓએ બેંક એકાઉન્ટ બદલી બારોબાર રિફંડ મેળવ્યું હતું

માઈનિંગના વેપારીએ રેતીના બ્લોકની ઓનલાઈન હરાજીમાં ભાગ લેવા માટે ભરેલા રૂપિયાનું રિફંડ તાકીદે અપાવાના બહાને તેમના એકાઉન્ટમાં ચેડાં કરીને ત્રણ જણાંએ 7.15 લાખની છેતરપિંડી કરી હતી. આ મામલે સાઇબર ક્રાઇમે તપાસ કરી પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

નૂતન મિલ પાસે જીએચબી કોલોનીમાં રહેતા અને એચ.એન.ગ્રેનાઈટ નામની માઈનિંગ કંપની ડાયરેક્ટર અભિષેક સુભાષ ચૌધરીની ફરિયાદ અનુસાર, તેમણે 2019માં સાબરકાંઠા જિલ્લામાં રેતીના 32 બ્લોક માટે કમિશનર ભૂસ્તર વિભાગ અને ખનીજ ખાતામાં ટેન્ડર ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા માટે તેમના યુઝર આઈડીથી બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાંથી ઓક્શનમાં ભાગ લીધો હતો, દરમિયાન તેમને બ્લોક ફાળવાયા ન હતા, જેથી 30 બ્લોકનું રિફંડ પરત મળવાપાત્ર હતું.

દરમિયાન રિફંડ માટે તેમના મિત્ર ડો. ભૂપતરાય સવાણી, દીકરા દર્શિત સવાણી અને બ્રિજેશ સવાણીએ તેમને તાકીદે રિફંડ અપાવી દેવાની બાંયધરી આપી હતી. દરમિયાન તેમને એક બ્લોકના પૈસા મળ્યા હતા. બાકીના 29 બ્લોકના રિફંડ બાબતે કોઈ કાર્યવાહી થઈ નહોતી. આ અંગે તેમણે સંપર્ક કરતા તેમને ડો. ભૂપતરાય તથા તેમના પુત્રે રિફંડ ભૂલી જવા અને માઇનિંગનો ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ડો. ભૂપતરાય અને તેમના પુત્ર બ્રિજેશની ધરપકડ કરી હતી.

ખાણ-ખનીજ વિભાગની તપાસમાં ભાંડો ફૂટ્યો
અભિષેકને રિફંડના નાણાં ન મળતાં તેમણે ખાણ-ખનિજ વિભાગમાં તપાસ કરતા તેમને જણાવાયું કે, રીફંડના નાણાં જમા થયા છે, જ્યારે બેંકની વિગતો માગતા તેમના બેક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટની વિગતો બદલી ઈન્ડસઈન્ડ બેંકનો એકાઉન્ટ નંબર બદલી કરી રૂ. 7.15 લાખ ઉપાડી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો