સમગ્ર દેશમાં 2004થી નોકરીમાં દાખલ થનાર કર્મચારી-અધિકારીઓ માટે ન્યુ પેન્શન સ્કીમ (NPS) લાગુ કરાઈ હતી. આ સ્કીમમાં અમદાવાદ મ્યુનિ.નો પણ સમાવેશ થયો હતો. તાજેતરમાં મ્યુનિ.ના 120 કર્મચારીઓએ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે, મ્યુનિ. નાણાખાતાની બેદરકારીના કારણે કર્મચારીઓને આર્થિક નુકસાનન થયું છે. પ્રત્યેક કર્મચારીને 3થી 4 લાખનું NAV (નેટ એસેટ વેલ્યુ) નુકસાન થઈ રહ્યું છે. આ અંગે કર્મચારીઓએ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે.
કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, NPSની શરૂઆત થઈ ત્યારથી કર્મચારીઓના પગારમાંથી નિયમિત રૂપિયા કપાઈ જાય છે, પણ મ્યુનિ. પોતાના કન્ટ્રિબ્યુશન સાથેના કુલ નાણા NPS સિસ્ટમમાં જમા કરાવતી નથી. આ રકમનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વર્ષો પહેલા કર્મચારીના પગારમાંથી કપાયેલા નાણાં જમા કરતી વખતે NPSની વેલ્યુ મુજબ NAV યુનિટ મળ્યા નથી જેના કારણે જે આર્થિક તફાવત ઊભો થયો છે તેની આર્થિક ભરપાઈ હજુ સુધી કરાઈ નથી.
ડિફરન્સ મુજબ નાણાં જમા થવા જોઈએ
કર્મચારીઓએ કહ્યું કે, ભારત સરકારના નિર્દેશ મુજબ એમ્પલોઈ કન્ટ્રિબ્યુશન અને એમ્પ્લોયર કન્ટ્રિબ્યુશન બંને સમયમર્યાદામાં NPS સિસ્ટમમાં જમા થવો જોઈએ. જે તે સમયના કપાત થયેલ મહિનાની NAV તથા જમા કરાવતી સમયે પ્રસ્તુત NAVના ડિફરન્સ મુજબ નાણા કર્મચારીના ખાતે જમા થવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.