તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:વિદેશમાં નશીલી ટેબ્લેટ્સ મોકલતાં 3ને 10 વર્ષની કેદ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષમાં 43 વાર પ્રતિબંધિત દવાઓ મોકલી
  • US, UK અને ઓસ્ટ્રેલિયામાં પોસ્ટ ઓફિસથી પાર્સલમાં નશીલી ટેબ્લેટ, પદાર્થ મોકલતા હતા

વિદેશમાં ચાર વર્ષથી મેન્યુફેક્ચર્ડ નશીલી ટેબ્લેટ્સ અને પ્રતિબંધિત પદાર્થ પોસ્ટ ઓફિસથી પાર્સલમાં મોકલનારા 3 આરોપીને એડિશનલ સેશન્સ જજ બી.જે.કલોત્રાએ દોષિત ઠેરવી 10 વર્ષની સજા અને 1 લાખ દંડ ફટકાર્યો છે.

આરોપીઓને સજા ફટકારતાં કોર્ટે નોંધ્યું કે, મેન્યુફેક્ચર્ડ ડ્રગ્સની ટેબલેટ અને પ્રતિબંધિત પદાર્થનો જથ્થો કોમર્શિયલ કવોન્ટીટીના વ્યાપમાં આવે છે. 10 વર્ષની સજા પામેલા આરોપીઓમાં મહંમદ કમરાન શેખ, અબ્દુલ રઉફ શેખ, રૂષભ રાવતનો સમાવેશ થાય છે.

2015માં 20મી મેએ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ઈન્કમટેક્સ પાસેની પોસ્ટ ઓફિસમાં રૂષભ રાવતની બેગની તપાસ કરતા 24 પેકેટ મળ્યા હતા, જેમાં 3670 જોલ્ફીડેમ ટેબ્લેટ, 170 આલ્પ્રાજોલમ ટેબ્લેટ, 1110 ડિપાસ્પામ ટેબ્લેટ, 240 લોરાસ્પામ, 830 ક્લોનાઝેમપામ, 420 આલ્ફાઝોલમ ટેબ્લેટ અને 6 નંગ કેટામાઇન મળી આવ્યા હતા. રૂષભની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બીજા પેકેટ જીપીઓ પોસ્ટ ઓફિસમાં મહંમદ કમરાન અને અબ્દુલ રઉફ આપવા આવવાના હતા. એનસીબીએ વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. તપાસમાં આરોપીઓએ 2012થી 2015 દરમિયાન 43 વખત નશીલા પદાર્થોની ટેબ્લેટ્સ ઓસ્ટ્રેલિયા, યુએસ, યુકેમાં મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...