અમદાવાદ શહેરના વિવિધ એસટીપીમાં ગટરના ગંદા પાણીને ટ્રીટ કરી છોડવામાં આવે છે, પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ધારાધોરણ પ્રમાણેનું પાણી નદીમાં છોડવામાં આવતું નથી, પરિણામે નદીમાં ગંદકી ઠલવાઇ રહી છે, તેનો અંત લાવવા માટે મ્યુનિ. દ્વારા વર્લ્ડ બેંક પાસેથી 2100 કરોડની લોન મેળવી 4 એસટીપી અપગ્રેડ કરવા તથા જૂની ડ્રેનેજ લાઇન અપગ્રેડ કરવા માટેના ટેન્ડરિંગની કામગીરી પૂર્ણ કરી છે.
હવે મ્યુનિ. સત્તાધારી પક્ષ મ્યુનિ. કમિશનરને કરાર કરવાની સત્તા આપશે, જેથી વર્લ્ડ બેંક પાસેથી લોન મેળવી શકાય. વર્લ્ડ બેંક રૂ. 2100 કરોડ આપશે જ્યારે 450 કરોડ રાજ્ય સરકાર અને 450 કરોડ મ્યુનિ. દ્વારા ખર્ચની જોગવાઇ કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.