ચોરીનો ભેદ ઉકેલાયો:અમદાવાદમાં ACPના ઘરમાં હાથફેરો કરી પોલીસને પકડાર આપનારા 3 ચોર 10 દિવસમાં ઝડપાયા, 12.40 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની તસવીર - Divya Bhaskar
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની તસવીર
  • પોલીસ અધિકારીના ઘરમાંથી ચોરાયેલ રૂપિયા, ચાંદી અને જર્મનના ગ્લાસ પોલીસે રિકવર કર્યા
  • એચ.ડિવિઝનના એસીપીના ઘરે 13.90 લાખની ચોરી થઈ પોલીસે 12.40 લાખ રિકવર પણ કરી લીધા.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એચ.ડિવિઝનના એસીપી પ્રકાશ પ્રજાપતિના સરકારી આવસમાંથી તાજેતરમાં 13.90 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જેમાં મોંઘા ચાંદીના ગ્લાસ અને કિંમતી દાગીના તેમજ લાખો રૂપિયા રોકડ ચોરાઈ હતી. આટલી બધી રકમ એસીપીના ઘરેથી ચોરતા અનેક ચર્ચા થવા લાગી હતી. પણ પોલીસે 10 દિવસોમાં એસીપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલીને 12.40 લાખની કિંમતનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

ACPના ઘરે ચોરી કરનારા આરોપીઓ પકડાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જયદીપ સિંહ વાઘેલા, આશિફ્ શેખ અને જગદીશ ચૌહાણ નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 4.79 લાખના દાગીના, 6.50 લાખ રોકડ સહિત કુલ 12.40 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. એસીપીના ઘરમાં મોટા પ્રમાણમાં રોકડ હતી જે ચોરી થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આરોપીઓ પાસેથી મળેલ મુદ્દામાલ
આરોપીઓ પાસેથી મળેલ મુદ્દામાલ

શું હતી સમગ્ર ઘટના?
ACP તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતિના પત્ની લતાબેન પ્રજાપતિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહતમાં ડી ટાઇપ ટાવરમાં રહે છે. ગત 31 મેએ દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા અને 1 જૂને રાતે 10:30 વાગે તેમના પતિનો તેમના પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઘરમાં રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી થઈ છે, જેથી તેઓ દ્વારકાથી પરત આવી ગયા હતા.ઘરે આવ્યા ત્યારે તેમના પતિએ જણાવ્યું હતું કે, 1 જૂને તે ઘરનો લાકડાનો દરવાજાનો હડો બંધ કરીને સેફ્ટી દરવાજાને લોક મારીને નોકરી પર ગયા હતા અને રાતે 10 વાગે નોકરીથી પરત આવ્યા ત્યારે ઘરની સેફ્ટી દરવાજો ખુલ્લો હતો. જેથી અંદર આવીને જોયું ત્યારે ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો અને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અધિકારીના ઘરે જ ચોરી થતાં પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ
આ સમગ્ર મામલે હાલ તો આરોપીઓ પોલીસ પકડમાં આવી ચુક્યા છે. પરંતુ વસ્ત્રાપુર બહુમાળી ભવન સામે આવેલી સરકારી વસાહતમાં અનેક અધિકારીઓ રહે છે, ત્યારે શહેરમાં કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવાના અધિકારીના ઘરે જ ચોરી થતાં અનેક સવાલ થઈ રહ્યા છે. અત્યારે પોલીસ દ્વારા દિવસ-રાત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં અને અધિકારીના ઘરે જ ચોરી થતાં વસ્ત્રાપુર પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.