સ્ટેચ્યૂ ચોર પકડાયા:​​​​​​​અમદાવાદના ઉસ્માનપુરા પાસે વિક્રમ સારાભાઈના સ્ટેચ્યૂના હાથમાંથી 3 કિશોર પુસ્તક, પેન અને ટેબલ ચોરી ગયા હતા, હવે ઝડપાયા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિક્રમ સારાભાઈના સ્ટેચ્યૂને પુષ્પ અર્પણ કરતા PM મોદી - Divya Bhaskar
વિક્રમ સારાભાઈના સ્ટેચ્યૂને પુષ્પ અર્પણ કરતા PM મોદી
  • વિક્રમ સારાભાઈનું સ્ટેચ્યૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા ત્રણ રસ્તા પાસે આવેલા ડો.વિક્રમ સારાભાઈના સ્ટેચ્યૂના હાથમાં રાખેલું પુસ્તક, પેન અને ટેબલની બે મહિના અગાઉ કોઈ અજાણી વ્યક્તિએ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જાહેર રોડ પર મુકવામાં આવેલા આ સ્ટેચ્યૂમાંથી ચોરી મામલે વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ક્વોર્ડ ટીમે ચોરીના મુદ્દામાલ સાથે પકડાયેલા 3 કિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સ્ટેચ્યૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

3 કિશોરો ટેબલ અને ચોપડી ચોરી ગયા હતા
ગત વર્ષે 26મી નવેમ્બરે ઉસ્માનપુરા ત્રણ રસ્તા પાસે આવેલા ડો.વિક્રમ સારાભાઈના હાથમાં રાખેલું પુસ્તક, પેન અને ટેબલની ચોરી થઈ હતી. વાડજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ મામલે ચોક્કસ બાતમી મળી હતી. જે બાદ રૂ.25000ની કિંમતના ધાતુના ટેબલ, 1250ની કિંમતની ધાતુની ચોપડી સહિત ચોરીના મદ્દામાલ સાથે 3 કિશોરોને ઝડપી લીધા હતા. આ મામલે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

ટેબલ ચોરી થતા બીજું ટેબલ મૂકવું પડ્યું હતું
ટેબલ ચોરી થતા બીજું ટેબલ મૂકવું પડ્યું હતું

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં કોર્પોરેશને ફરિયાદ નોંધાવી હતી
પશ્ચિમ તરફ સાબરમતી રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા ત્રણ રસ્તા પાસે ડો.વિક્રમ સારાભાઈનું સ્ટેચ્યૂ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ દ્વારા મુકવામાં આવ્યું છે. 26 ઓક્ટોમ્બરના રોજ રાતે 1 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર પ્રેમસિંધ ચૌહાણ સિક્યુરિટી ગાર્ડનું ચેકિંગ કરી ઘરે ગયા ત્યારે સ્ટેચ્યૂમાં હાથમાં રહેલું પુસ્તક, પેન અને ટેબલ હતું. બીજા દિવસે સવારે 11 વાગ્યે ત્યાંથી નીકળ્યા ત્યારે આગળ મૂકેલું ટેબલ, પેન અને પુસ્તક ગાયબ હતું. જેથી આ મામલે રિવરફ્રન્ટના અધિકારીને જાણ કરી હતી. આ મામલે કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી બિલ લઈ અને રજૂ કરી સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.