આપઘાત:કૃષ્ણનગર, અમરાઈવાડી, નારોલમાં 3ની આત્મહત્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ યુવાનોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કૃષ્ણનગરમાં બાળકૃષ્ણનગરમાં રહેતા અલ્પેશભાઈ જયંતીભાઈ મુંજાણી(ઉ.36)એ કોઈ કારણોસર ગુરુવારે બપોરના 2 વાગ્યાના સુમારે પોતાના ઘરમાં પંખાના હૂકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

બીજા બનાવમાં અમરાઈવાડી વિકાસનગરમાં રહેતા હાર્દિકભાઈ પુનમચંદ સોલંકી (ઉં.26)એ ગુરુવારે બપોરના સમયે પોતાના ઘરમાં પંખાના હૂકમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. નારોલમાં લક્ષ્મી નિવાસ સોસાયટીમાં રહેતા રામેશ્વરલાલ ચંદગીરામા પ્રજાપતિ (ઉં. 42)એ ગુરુવારે રાતના 8.30 વાગ્યા પહેલા પોતાના ઘરના રસોડામાં છતના હૂકમાં નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવો અંગે સબંધિત પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...