કાર્યવાહીમાં ખુલાસો:પાણીપુરીના પાણીના 3 સેમ્પલ ખરાબ હોવાનું તપાસમાં મળ્યું, મ્યુનિ.એ વિવિધ વિસ્તારમાંથી મહિના પહેલાં સેમ્પલ લીધા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટરના બે સેમ્પલ પણ બિનઆરોગ્યપ્રદ નીકળ્યંા

શહેરમાં બે વર્ષ પહેલા મ્યુનિ. દ્વારા તમામ પાણીપુરી ચાલકો સામે તવાઇ લાવવામાં આવી હતી, જોકે તે બાદ સમગ્ર અભિયાન ફરીથી ઠંડુ પાડી દેવાયું હતું. જોકે હજુ પણ શહેરમાં પાણીપુરીનું પાણી બિન આરોગ્યપ્રદ અને જોખમી હોવાનું અવારનવાર તપાસમાં બહાર આવે છે. મ્યુનિ. દ્વારા ગયા મહિને લીધેલા અલગ અલગ સેમ્પલમાં પાણીપુરીના પાણીના 3 નમૂના બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણીની બોટલના બે સેમ્પલ પણ બિનઆરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે.

ગયા મહિને રાજ્યભરમાં પાણીપુરીની લારીઓ પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. સરકારની આ કાર્યવાહી બાદ મ્યુનિ.એ પણ પાણીપુરીના સંચાલકો સામે તપાસ હાથ ધરી હતી. જેમા 31 જુલાઇએ લીધેલા પાણીપુરીના પાણીના 3 સેમ્પલ બિન આરોગ્યપ્રદ આવ્યા છે.

આ સેમ્પલ મ્યુનિ. તપાસમાં ફેલ

વિક્રેતાસેમ્પલ

ભાવનાબેનની પાણીપુરી, કૃષ્ણાશ્રય ફ્લેટ, સેટેલાઇટ

મીઠી ચટણી

આર કે સકિશન, અસ્મી શોપિંગ, નવરંગપુરા

પાણીપુરીનું પાણી

જગદીશ શાહ પકોડી, નંદનવન-3, સેટેલાઇટ

પાણીપુરીનું પાણી

પાર્શ્વ સેલ્સ, જીએફએન્ડએફએફ, સરખેજ

પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર

એચએસ સેલ્સ, ઇદગા ચોકી પાસે, દરિયાપુર

પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર

અન્ય સમાચારો પણ છે...