તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પતિ-પત્નીના ઝઘડામાં દખલગીરી કરતા સંબંધી પર 3 લોકોએ છરીથી હુમલો કર્યો

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દાણીલીમડાની ઘટના, ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરાઈ

દાણીલીમડામાં પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં દરમિયાનગીરી કરનારા સંબંધીની સાથે ત્રણ વ્યક્તિઓએ ‘તું અમારા ઘરના ઝઘડામાં દખલગીરી કેમ કરે છે તેમ કહીને ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં સંબંધીને ગંભીર ઇજા થઈ હતી. આ અંગે ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આવી છે.

વટવામાં એઝાઝનગર સોસાયટીમાં રહેતા કુતબૂદ્દીન મોહંમદ શફી શેખના મોટાભાઈની દીકરી સનાના લગ્ન બે વર્ષ પહેલા સલમાન શેખ(રહે.બહેરામપુરા) સાથે થયા હતા. આ બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો હોવાથી કુતબૂદ્દીન આ બંનેને સમજાવતા હતા. જોકે ચાર દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થતા તેમને ઠપકો આપ્યો હતો.

દરમિયાન રવિવારે રાત્રે કુતબૂદ્દીન મોટાભાઈ બાબાભાઈના ઘરે ગયા હતા. જયાં હાજર ભત્રીજા જમાઈ સલમાન તેના ભાઈ સોહિલ અને જાવિદ નામની વ્યકિતએ ઝઘડો કર્યો હતો અને સલમાને ‘તું કેમ અમારા ઘરના ઝઘડામાં દખલગીરી કરે છે‘ તેમ કહી ગાળો બોલી મારામારી કરી હતી. દરમિયાન સોહિલે ચપ્પુ વડે હુમલો કરી કુતબૂદ્દીનને છાતીના જમણી બાજુ ઘા માર્યા હતા. જોકે બૂમાબૂમ થતા આરોપીઓ ત્યાંથી ભાગ્યા હતા. કુતબુદ્દીનને સારવાર માટે હોસ્પિટલ જઈ જવાયા હતા. જયાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો