ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:​​​​​​​અમદાવાદમાં ડ્રગ્સ ડીલર ભાઈઓ પાસેથી ડ્રગ્સ ખરીદી ગ્રાહકોને વેચતા 3 પેડલરોની અટકાયત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સ ખરીદનારા પેડલરોની તસવીર - Divya Bhaskar
ડ્રગ્સ ખરીદનારા પેડલરોની તસવીર
  • 3 દિવસ અગાઉ અંધજન મંડળ પાસેથી 42 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈ પકડાયા હતા

શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો સામે પોલીસ દ્વારા ઘણા સમયથી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલા જ શહેરના અંધજન મંડળ ચાર રસ્તા પાસે આવેલા બી.આર.ટી.એસ સ્ટેન્ડ નજીકથી બે ભાઈઓને રૂ. 42 લાખથી વધુ કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા, ત્યારે તેમની પૂછપરછમાં થયેલા ખુલાસા મુજબ, આરોપીઓએ શહેરમાં 3 જેટલા પેડલરોને ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આજે આ 3 ડ્રગ્સ પેડલરોની અટકાયત કરી છે.

શહેરના અંધજન મંડળ વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ લઈને ફરતા બે ભાઈઓની શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 31 મેના રોજ અટકાયત કરાઈ હતી. આરોપીઓ પાસેથી રૂ. 42 લાખનું 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું. પોલીસ દ્વારા બંને ભાઈના 8 જૂન સુધી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં તેમની પૂછપરછ કરતા તેમણે શહેરભરમાં 3 જેટલા ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે શુક્રવારે વેજલપુરમાંથી ફારૂક તતા રાયખડમાંથી મારૂફ અને સલમાન નામના પેડલરોની અટકાયત કરી લીધી છે.

આરોપીઓ પાસેથી 421 ગ્રામ મેફેડ્રિન ડ્રગ્સ મળ્યું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ જી દેસાઈની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરમાં બે ભાઇઓ ડ્રગ્સ પેડલરને ડ્રગ્સ સપ્લાય કરે છે. જે બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચે ડાહ્યા પાટીદાર અને મોહન પાટીદારની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 421 ગ્રામ જેટલું મેફેડ્રિન ડ્રગ્સ મળી આવ્યું હતું.

શહેરમાં વારંવાર ડ્રગ્સ ડીલર અને પેડલર પડકાય છે
અમદાવાદમાં ડ્રગ્સનો કારોબાર કેવી રીતે ફૂલીફાલી રહ્યો છે કે ના તેના પર અંકુશ છે ના તેને બંધ કરી શકાય છે. વારે ઘડીએ કોઈને કોઈ ડ્રગ્સ ડીલર કે પેડલર પકડાય છે અને પોલીસ કામગીરી કરી હોવાનો સંતોષ માને છે. હવે ડ્રગ્સના આકાઓએ નાના લોકોને ડ્રગ્સ ડીલર બનાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...