અમદાવાદ એરપોર્ટ પર હાલાકી:બોર્ડિંગ પાસ અપાયા બાદ ફ્લાઇટમાં સીટ ન ફાળવાતાં 3 પેસેન્જરે 12 કલાક રઝળવું પડ્યું

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • ઇન્ડિગો એરલાઇને પાસ આપ્યો, પણ સીટ નંબર ન આપ્યાનો આક્ષેપ

ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારીથી બેંગલુરુ જતાં ત્રણ પેસેન્જરને 12 કલાક એરપોર્ટ પર રઝળવું પડ્યું હતું. એરલાઇને બોર્ડિંગ પાસ આપ્યા બાદ ફ્લાઇટમાં જગ્યા ન હોવાનું જણાવી ઉતારી દેવાયા હતા. સવારે 10 વાગ્યે આવેલા ત્રણેય પેસેન્જરને છેક રાત્રે 10 વાગ્યાની ફ્લાઇટમાં બેસવાની વ્યવસ્થા કરાઈ હોવાનો આક્ષેપ પેસેન્જરે કર્યો છે.

ત્રણ પૈકી એક પેસેન્જર ભાવિન મિસ્ત્રીએ જણાવ્યું કે, ઇન્ડિગોના કાઉન્ટર પરથી બોર્ડિંગ પાસ બનાવી અપાયો હતો, પણ તેમાં સીટ નંબર ન હતો અને ફ્લાઇટમાં જાઓ તમને બેસાડી દેવાશે તેમ કહેવાયું હતું, પરંતુ ફ્લાઇટમાં હાજર સ્ટાફે જગ્યા ન હોવાનું કહી અમને ઉતારી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...