તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળપ્રલય:ઉત્તરાખંડ ગયેલા અમદાવાદના 3 યાત્રી ફસાયા, તમામ સલામત

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતી પ્રવાસીએ મોબાઇલમાં કેદ કરેલી જળ પ્રલયની તસવીર. - Divya Bhaskar
ગુજરાતી પ્રવાસીએ મોબાઇલમાં કેદ કરેલી જળ પ્રલયની તસવીર.
 • ઉત્તરાખંડ ગયેલા તમામ ગુજરાતી સલામત હોવાનો સરકારનો દાવો

ઉત્તરાખંડના ચમૌલીમાં કુદરતી હોનારત બાદ હરિદ્વાર સુધી પૂરનું સંકટ સર્જાયું છે, જેને કારણે ગુજરાતના ત્રણ યાત્રિકો પણ ફસાયા છે. જોકે રાજ્ય સરકારે એક પણ ગુજરાતી પ્રવાસી ઉત્તરાખંડમાં ફસાયો ન હોવાનું કહ્યું છે.

ગુજરાતના યાત્રાળુ માધવ અગ્રાવતે જણાવ્યું કે, અમે 6 દિવસ પહેલાં ગુજરાતથી બાઇક મારફતે ઉત્તરાખંડની યાત્રાએ નીકળ્યા હતા. રવિવારે વહેલી સવારે લોકો એકઠાં થયેલા જોતાં ખબર પડી કે નદીમાં પૂર આવ્યું છે. ત્યાર બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મારી સાથે યાજ્ઞિક સરવૈયા, ઉમેશ સરવૈયા પણ યાત્રા માટે નીકળ્યા હતા. નદીમાં પૂર આવતાં હવે પાંચ દિવસ અહીંયાં જ રહેવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. રાજકોટના પિતા-પુત્રી હરેશભાઈ અને ક્રિષ્નાબેન સ્થળ પર હાજર હતા અને દૂરથી જ આ બિહામણું દૃશ્ય દેખાતા હતપ્રભ થઈ ગયા હતા જોકે હાલ દેહરાદૂનમાં સુરક્ષિત સ્થળે છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ ગુજરાતી નથી
મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ તાત્કાલિક મુખ્ય સચિવ અનિલ મુકીમને સ્થિતિની સમિક્ષા કરવા અને ઉત્તરાખંડ સરકાર સાથે વાતચીત કરીને કોઈ ગુજરાતીને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી. એકપણ ગુજરાતી પ્રવાસી ઉત્તરાખંડમાં ફસાયો નથી. ઘટના ઇન્ડો-ચાઇના બોર્ડર પર બની છે અને ત્યાં વર્કર જ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો