સંક્રમણ:અમદાવાદમાં કોરોનાના નવા 3 કેસ, ખાનગી હોસ્પિટલોમાં બે કેસ વધ્યા, કુલ પાંચ દર્દી ICUમાં સારવાર હેઠળ છે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ, એક પણ મોત નહીં

આહના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોવિડના બેથી ત્રણ દર્દી સારવાર હેઠળ હતા. પરંતુ, છેલ્લાં બે દિવસમાં બે દર્દીનો વધારો થતાં હોસ્પિટલમાં દાખલ દર્દીનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. આ પાંચેય દર્દીને હાલમાં આઇસીયુમાં દાખલ કરીને સારવાર અપાઇ રહી છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા હતા જ્યારે 6 દર્દીને રજા અપાઈ હતી.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન્સ (આહના)ના આંકડાઓ મુજબ આહના સાથે સંકળાયેલી અને કોવિડની સારવાર કરતી હોસ્પિટલમાં ઘણાં લાંબ સમય સુધી કોવિડનો એક પણ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ગત 21 સપ્ટેમ્બરના રોજ કોવિડના બે કેસ નોંધાયા હતા. જેમાં એક દર્દી આઇસોલેશનમાં અને બીજા દર્દીને વેન્ટિલેટર સાથેના આઇસીયુમાં દાખલ કરાયો હતો.

વેક્સિનેશન ઓન કોલમાં 355ની નોંધણી
કોર્પોરેશને ગુરૂવારથી 50 વર્ષ કરતા મોટી ઉંમરના લોકો અને 18 વર્ષથી મોટી ઉંમરના દિવ્યાંગ લોકો માટે વેક્સિનેશન ઓન કોલ સેવા શરૂ કરી છે. જેમાં પ્રથમ દિવસે સમગ્ર શહેરમાંથી 355 લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું. તે પૈકી 77 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...