તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલ હોસ્પિટલનું આરોગ્ય જોખમમાં:અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી મોદી બાદ મેડિસિન યુનિટના હેડ સહિત આજે વધુ ત્રણ ડોક્ટરોએ રાજીનામા આપ્યા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલ. - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલ.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ રાજીનામુ આપ્યા બાદ આજે વધુ ત્રણ ડોક્ટર્સે રાજીનામા આપી દીધા છે. જેમાં બી.જે.મેડિકલ કોલેજના ડિન ડો.પ્રણય શાહ, મેડિસિન યુનિટના હેડ ડો.બીપીન અમીન અને એનેસ્થેસિયા વિભાગના વડા ડો.શૈલેષ શાહનો સમાવેશ થાય છે. આ ત્રણેય તબીબોએ પણ ડોક્ટર જેવી મોદી જેવુ જ કારણ આપ્યું છે. તેમણે અંગત કારણોસર રાજીનામા આપ્યા હોવાનું કહ્યું છે.

એક બાદ એક કુલ ચાર ડોક્ટરે રાજીનામા દેતા તેઓ સિવિલ હોસ્પિટલના રાજકારણનો ભોગ બન્યા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમજ સિવિલની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે. કોરોના મહામારી અને ઋતુજન્ય રોગચાળાના ભરડા વચ્ચે તબીબોએ રાજીનામા ધરી દેતા દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.

ડો.જે.વી મોદી વિરૂદ્ધ સરકારમાં અનેક અરજીઓ થઈ હતી
ડો.જે.વી મોદીએ તેમના વિરૂદ્ધ થયેલી અનેક અરજીઓ સામેનો પડકાર તેમણે ઝીલ્યો હતો. અંતે થાકીને તેમણે સુપ્રિટેન્ડેન્ટ પદ છોડી દીધું છે. રાજીનામું આપ્યાં બાદ તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ મારી માં છે. આ હોસ્પિટલમાં હું 1991માં આવ્યો ત્યારથી મને ઘણું મળ્યું છે. મેં અનેક પડકારો ઝીલ્યા છે. હું પડકારોથી હરનારો માણસ નથી. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો એ મોટો પડકાર હતો. મારો વિલ પાવર મજબૂત છે અને હું પડકારો સામે લડનારો માણસ છું. રાજીનામું મેં મારા અંગત કારણોસર આપ્યું છે.

કોરોનાની બીજી લહેરમાં સિવિલમાં દર્દીઓની કફોડી હાલત હતી
સિવિલ હોસ્પિટલમાં કોરોના સમયમાં દર્દીઓની ખૂબ જ દયનિય હાલત થઈ હતી. તેમજ અનેક લોકોએ સારવાર વગર દમ તોડયા હોવાના પણ દ્રશ્ય સામે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મોત થયા બાદ આંકડા છુપાવવામાં અને કેટલાક લોકોને સાચવવા માટે પ્રયાસ કર્યા હતાં. કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત ખૂબજ ખરાબ થઈ હતી. લોકોને ઓક્સિજન અને સારવાર માટે બેડ મળવા પણ મુસીબત હતાં. આ સમયે સિવિલ હોસ્પિટલની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં હતાં.