તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ (જીસીઆરઆઇ)માં સોમવારે રેડિયોલોજી વિભાગના 3 ડોક્ટર અને 1 નર્સ સહિત 4નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્ટાફમાં કોરોના પોઝિટિવનો આંકડો 74 પર પહોંચ્યો છે. હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં આવતાં દર્દી પણ આ ડોક્ટરોના સંપર્કમાં આવ્યાં હોવાથી ઘરે જઇને અન્યને પણ ચેપ ફેલાવ્યો હોવાની શક્યતા છે.
હોસ્પિટલ સત્તાવાળાએ કોઈ કાળજી ન લેતાં ચેપ પ્રસર્યાનો આક્ષેપ
હોસ્પિટલમાં સૌપ્રથમ રેડિયોલોજી વિભાગની નર્સનો 17 એપ્રિલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પરંતુ હોસ્પિટલે રેડિયોલોજી વિભાગમાં સેનિટાઇઝેશન કે ફ્યુમિગેશનની કામગીરી કરી ન હતી કે હોસ્પિટલ સ્ટાફના ટેસ્ટ કરાયા ન હતા તેમજ પીપીઇ કિટ, સેનિટાઇઝર અને માસ્ક જેવાં સુરક્ષાનાં સાધનો ન અપાતા હવે રેડિયોલોજી વિભાગમાંથી ફેલાયેલો ચેપ વિવિધ વિભાગમાં પ્રસર્યો છે. સોમવારે રેડિયોલોજી વિભાગના 3 ડોક્ટર અને 1 નર્સ સહિત વધુ 4 લોકો કોરોનાની લપેટમાં આવ્યાં છે. આ 3 ડોક્ટરો પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 26થી વધુ સિનિયર-જુનિયર ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, લેબ ટેક્નિશિયન, ઓપરેટર અને એચઆર વિભાગના કર્મચારી મળી 74 કોરોના લપેટમાં આવ્યા છે.
સારવાર લેનારાને ચેપની શક્યતા
ગત 17 એપ્રિલથી અત્યાર સુધીમાં રેડિયોલોજી વિભાગમાં સેનિટાઇઝેશન કરાયું નથી, જેથી રેડિયોલોજી વિભાગમાં સારવાર લેવા ગયેલાં દર્દી ડોક્ટરો-નર્સના સંપર્કમાં આવવાથી કોરોનાની ઝપેટમાં આવ્યાની શક્યતા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.