અમદાવાદમાં કોરોનાનો કહેર:US જવા તૈયારી કરતાં થલતેજના એક પરિવારના 3 સભ્ય પોઝિટિવ; પહેલાં પુત્રવધૂ અને પછી સાસુ-સસરાનો કોરોના રિપોર્ટ કરાવાયો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ, 10,637 લોકોને રસી આપવામાં આવી

થલતેજમાં રહેતાં એક મહિલા અમેરિકા જવાનું હોવાથી કોરોનાનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવી હતી. જ્યારે પરિવારના સભ્યોનો ટેસ્ટ કરાતાં સાસુ-સસરા પોઝિટિવ આવ્યા હતા. પતિ અને દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમને ક્વોરન્ટાઈન કરાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે.મંગળવારે 10,637 નાગરિકોને રસી અપાઈ હતી.

શહેરમાં ઓક્ટોબરમાં ચિકનગુનિયાના 775, ડેન્ગ્યુના 399 કેસ નોંધાયા
ઓક્ટોબરમાં શહેરમાં ડેન્ગ્યુના 775 અને ચિકનગુનિયાના 399 કેસ નોંધાયા છે. ગત ઓક્ટોબરની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં 7 ગણો વધારો થયો છે. જ્યારે ચાલુ વર્ષે ડેન્ગ્યુના 2425, ચિકનગુનિયાના 1244 કેસ નોંધાયા છે. જેમાં 33 ટકા કેસ તો માત્ર ચાલુ મહિનામાં જ જોવા મળ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવા માટે મ્યુનિ.એ તપાસ માટે 67,743 લોહીના નમૂનાની તપાસ કરી હતી. ડેન્ગ્યુના કેસની તપાસ માટે પણ મ્યુનિ.એ 4393 જેટલા સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઝાડા-ઊલટીના 542, કમળાના 127, ટાઇફોઇડના 202 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...