તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 3 Lakh Passports Violating The Declaration, Verification Work Stopped; More Than Two And A Half Lakh Crimes Were Registered In The State Every Year

જાહેરનામું તોડશો તો પાસપોર્ટ અટકશે:રાજ્યભરમાં જાહેરનામાનો ભંગ કરનારા 3 લાખથી વધુ લોકો સામે ગુના નોંધાયા, વેરિફિકેશનનાં કામ અટક્યાં

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • માત્ર અમદાવાદ શહેરમાં જાહેરનામા અને કર્ફ્યૂ ભંગના 75 હજાર ગુના નોંધાયા

ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી એક વર્ષમાં પોલીસે કર્ફ્યૂ અને જાહેરનામા ભંગ, એટલે કે કલમ 188 મુજબના 2.50 લાખ કેસ કર્યા છે, જેમાં ત્રણ લાખથી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી. જાહેરનામા ભંગના ગુનાને લોકો બહુ જ સામાન્ય ગુના તરીકે ગણે છે, પરંતુ જેમની સામે આ ગુના નોંધાયા છે તેમના પાસપોર્ટ કઢાવવાના, વિદેશ જવા તેમ જ નોકરી માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા સહિતનાં કામો અટકી જશે. આ કેસનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેમને કોઈ ક્લિયરન્સ નહિ મળે.

કોરોનાની શરૂઆત બાદ શહેરમાં લૉકડાઉન જાહેર કરાયું હતું અને થોડા સમય બાદ લૉકડાઉનમાં થોડી છૂટછાટ અપાઈ હતી. જ્યારે એક વર્ષ પછી હાલમાં પણ રાતે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. જોકે લૉકડાઉન અને કર્ફ્યૂમાં બહાર નીકળતા લોકો સામે આઈપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી ધરપકડ કરાય છે. રાજ્યભરમાં આજ દિન સુધીમાં પોલીસે જાહેરનામા-કર્ફ્યૂ ભંગના અઢી લાખ જેટલા ગુના નોંધ્યા છે, જેમાં આરોપી તરીકે 3થી સાડાત્રણ લાખથી વધુ લોકોને દર્શાવાયા છે. તેમાંથી અમદાવાદમાં 75 હજાર ગુના નોંધાવામાં આવ્યા છે.

પાસપોર્ટ ફોર્મમાં ગુનાની વિગત છુપાવનારને 5 હજારનો દંડ થાય છે
પાસપોર્ટ માટેના ફોર્મમાં તમામ માહિતી મગાય છે, જેમાં ઘણા લોકો તેમની સામેના ગુનાની માહિતી દર્શાવતા નથી, પરંતુ પાસપોર્ટ ઓફિસ અને કમિશનર કચેરી તે વ્યક્તિનું વેરિફિકેશન કરે છે. તેમાં જો કોઈ ગુનો દાખલ થયેલો હોય અથવા પેન્ડિંગ હોય તો તેની માહિતી છુપાવવા બદલ 5 હજાર દંડ કરાય છે.

કોર્ટમાં ગુનો કબૂલ કરી, રૂ. 200 દંડ ભરતાં જાહેરનામાના કેસનો નિકાલ થઈ શકે છે
જે વ્યક્તિ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાય છે તેણે કોર્ટમાં જઈને જજ સમક્ષ ગુનો કબૂલ કરવો પડે છે અને 200 રૂ દંડ ભરવો પડે છે. દંડ ભર્યા બાદ તેણે જાહેરનામા ભંગના કેસનો નિકાલ થયો હોવાનું સર્ટિફિકેટ મળે છે. પાસપોર્ટ, પીવીસી અને પીસીસી સહિતના સર્ટિફિકેટ કઢાવતી વખતે એ સર્ટિફિકેટ સાથે રજૂ કરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...