લોકડાઉનમાં છૂટછાટ / રાજ્યમાં 3 લાખ ઉદ્યોગો ફરીથી ધબકતા થયા, 25 લાખથી વધુ લોકોને રોજગારી મળતી થઇ

3 lakh industries were revived in the state, providing employment to more than 25 lakh people
X
3 lakh industries were revived in the state, providing employment to more than 25 lakh people

  • 834 સરકારી બાંધકામ પ્રોજેકટસમાં 25 હજારથી વધુ શ્રમિકોને રોજી-રોટી મળી
  • મહાનગરોના ખાનગી કન્સ્ટ્રકશનના 264 પ્રોજેકટમાં 21,727 શ્રમિકોને મળ્યું કામ
  • લોકડાઉન-4ના 4 દિવસમાં જ રાજ્યમાં જનજીવન થાળે પડવાની શરૂઆત

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:20 PM IST

ગાંધીનગર. લોકડાઉન-4માં રાજ્ય સરકાર દ્વારા શરતોને આધિન કેટલીક છૂટછાટો આપવામાં આવી છે, જેના પગલે રાજ્યમાં જનજીવન પૂર્વવત થવા લાગ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ઊદ્યોગ, ખાનગી ઓફિસો, ધંધા-રોજગાર ફરીથી ધબકતા થવા લાગ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ જેટલા ઊદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને તેના પરિણામે અંદાજે 25 લાખ વ્યકિતઓ, શ્રમિકો, કામદારો, કર્મચારીઓને રોજગારી મળી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.  
આઠ મનપા વિસ્તારોમાં 264 પ્રોજેકટ શરૂ
૧૯ મેથી લોકડાઉન-4 માં પણ કેટલીક શરતો અને નિયમોને આધિન રહીને ઊદ્યોગો, વેપાર, ધંધા, બાંધકામ પ્રોજેક્ટસ શરૂ કરવાની મોટાપાયે છૂટ આપવામાં આવી છે.  રાજ્યભરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય બાંધકામ પ્રોજેકટસ પણ પૂન: ધબકતા થયા છે અને શ્રમિકોને મોટાપાયે રોજગારી મળતી થઇ છે. આ અંગેની વિગતોમાં મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં ખાનગી બાંધકામના 265 પ્રોજેકટ અત્યાર સુધીમાં શરૂ થયા છે અને 21,727 શ્રમિકો તેમાં રોજગારી મેળવતા થયા છે. 

18,376 શ્રમિકોને રહેવા-જમવાની સુવિધા અપાઈ
અશ્વિનીકુમારે રાજ્ય સરકારના અને મહાનગરોના સત્તાતંત્રોના બાંધકામ પ્રોજેકટસ, મેટ્રોરેલ પ્રોજેકટ, સુરતમાં ડાયમન્ડ બ્રુશ પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા EWS આવાસ યોજના સહિતના પ્રોજેકટ એમ 8 મહાનગરો તથા 24 જેટલી નગરપાલિકાઓમાં સમગ્રતયા અત્યાર સુધીમાં 834 પ્રોજેકટસ કાર્યરત થયા છે, તેમ જણાવ્યું હતું.  આ પ્રોજેકટસમાં પણ 25,855 શ્રમિકોને રોજગારી મળી રહી છે. આવા પ્રોજેકટસમાં 18,376 શ્રમિકોને બાંધકામ સ્થળે જ રહેવા-જમવા સહિતની સુવિધા આપવામાં આવે છે. 

3 મેથી 156 નગરપાલિકા વિસ્તારોમાં ઊદ્યોગો શરૂ કરાયા
20 એપ્રિલથી નગરપાલિકા, મહાપાલિકા હદ વિસ્તાર સિવાયના ગ્રામીણ વિસ્તારોમાં ઊદ્યોગો પૂન: કાર્યરત કરવાની છૂટ અપાઇ હતી. 25 એપ્રિલથી એવા ઊદ્યોગો- એકમો જેમની પાસે એકસપોર્ટ ઓર્ડર હાથ પર હોય અને લોકડાઉનમાં કામગીરી અટકી હોય તેવા કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોના ઊદ્યોગોને શરૂ કરવા મુખ્યમંત્રીએ છૂટ આપી હતી. એટલું જ નહીં, 3 મેથી રાજ્યની જૂનાગઢ, જામનગર મહાપાલિકા સહિત 156 નગરપાલિકા વિસ્તારોમાં પણ નિયમોના પાલન સાથે ઊદ્યોગો શરૂ કરવા દેવાની અનૂમતિ આપવામાં આવી છે. 14 મેથી રાજકોટ મહાનગરમાં કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ઊદ્યોગોને છૂટ આપવામાં આવી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી