દુર્ઘટના:અમદાવાદમાં સાબરમતી, નરોડા, નિકોલમાં બિલ્ડિંગ પરથી પડતાં 3નાં મોત

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક ઘટનામાં સફાઈ કરતી યુવતી, બીજીમાં કલરકામ કરતો યુવક ચોથા માળેથી પટકાયાં

શહેરના વિવિધ વિસ્તારોમાં બિલ્ડિંગ પરથી નીચે પડી જવાના ત્રણ અલગ અલગ બનાવોમાં એક યુવતી અને બે યુવક મળી ત્રણનાં મોત નિપજ્યાં હતાં.

સાબરમતીમાં અનંતા નામની નવી બનતી સાઇટ પાછળ આવેલી મજૂર કોલોનીમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતા કલ્પેશભાઈ બાપુલાલ પારગી (ઉં.21, મૂળ વતન અમલા, અનંતપુરી, બાંસવાડા રાજસ્થાન) શુક્રવારે રાતના 9.30 કલાકે સાઈટ પર કામ કરતા હતા. આ દરમિયાન 7મા માળે લિફ્ટની ખુલ્લી જગ્યામાંથી નીચે પડી જતા ગંભીર ઈજાના કારણે તેમનંુ મોત નિપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કુબેરનગરમાં રહેતા રમેશસિંગ બઘેલ (ગ્વાલિયર, મધ્યપ્રદેશ) શુક્રવારે સાંજે ચિલોડામાં મહર્ષિ હોસ્પિટલ પાસે કૈલાસ રિજોઇસ-2 નામના ફલેટના એ બ્લોકના ચોથા માળે લિફ્ટમાં ઊભા રહી લિફ્ટની બહારની દીવાલ પર કલરકામ કરતા હતા. આ સમયે પગ લપસી જતા તેઓ ચોથા માળથી બીજા માળની છત પર પડતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્રીજી ઘટનામાં નિકોલમાં રહેતા ઝરણાબેન દંતાણી શનિવારે સવારે ફ્લેટની બાલ્કનીમાં ચોથા માળે સાફસફાઈ કરતા હતા ત્યારે પગ લપસી જતા ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજા થતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...