બ્લેકમેઈલિંગ કરી બળાત્કાર:અમદાવાદમાં તસવીર વાઈરલ કરવાની ધમકી આપી 3 મિત્રોએ સગીરાને પીંખી, વારાફરતી રેપ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફોટા પાડનાર શખસ એક પછી એક તેના મિત્રો સાથે સગીરા પર દુષ્કર્મ કરાવતો
  • બ્લેકમેઈલિંગ અને આખી ચેઈન બનાવીને 3 શખસે સગીરાને પીંખી નાખી હતી

અમદાવાદના ગોમતીપુરની 16 વર્ષીય સગીરાનો એક શખસે કોઈપણ રીતે નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેને મળવા બોલાવીને તસવીરો પાડી અને બ્લેકમેઈલ કરી હતી. તેણે સગીરાને ધમકાવીને મિત્ર સાથે હોટલમાં મોકલતા વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પછી તેણે દુષ્કર્મ આચર્યુ. તેના ઘરે જઈને કારમાં ઉઠાવી જઈને બેગના ગોડાઉનના રૂમમાં બીજા મિત્રએ દુષ્કર્મ આચર્યુ હતું. આમ આખી ચેઈન બનાવીને 3 શખસે સગીરાને પીંખી નાખી હતી.

સગીરાની તસવીર ખેંચીને વાઈરલ કરવાની ધમકી
ગોમતીપુર વિસ્તારમાં 16 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે. યુવતીના પિતા મજૂરી કરતા હતા. પરતું હાલ તેઓ નિવૃત્તિનું જીવન ગુજારે છે. દરમિયાનમાં જાવેદ નામનો શખસ સગીરાના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન જાવેદ સગીરાને મળ્યો હતો. તેણે સગીરાની તસવીરો પાડી લીધી હતી. તેની તસવીરો વાઇરલ કરવાની ધમકી આપી તેની પાસે પૈસાની માંગણી પણ જાવેદે કરી હતી.

તસવીરોથી બ્લેકમેઈલ કરી સગીરાને મિત્ર સાથે ગેસ્ટમાં મોકલી
જાવેદ તેના વાહન પર સગીરાને લઇ એક ગેસ્ટ હાઉસ પર પહોંચ્યો હતો. ત્યાં સગીરા સાથે સમીર ઉર્ફે આશીફ ઉભો હતો અને તેણે હોટલમાં લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. સમીર સગીરાને હોટલમા લઇ જઇ વારંવાર તેના સાથે દુષ્કર્મ આચરતો હતો. દરમિયાનમાં 26માં રોઝા પર જાવેદ સગીરાને તેની તસવીર વાઇરલ કરવાની ધમકી આપી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ.

4થી મેએ મદ્યરાતે ઢસડીને કારમાં ઉઠાવી ગયો
બાદમાં 4 મેના રોજ સગીરા ઘરનો દરવાજો બંધ કરવા ઉઠી ત્યારે રાત્રીના પોણા એક વાગ્યે જાવેદ તેને ખેંચીને બહાર લાવ્યો હતો. બાદમાં જાવેદ અને આબીદ ઉર્ફે રેહાન નામનો શખસ તેને ઢસડીને એક બ્લુ કલરની કારમાં બેસાડી દીધી હતી. બાદમાં હસન નામનો શખસ ગાડી ચલાવતો અને સમીર ઉર્ફે આશીફ પાછળની સીટમાં બેઠો હતો. દરમિયાનમાં આ ટોળકી તેને ફૈજાન સ્કૂલ પાસે આવેલા બેગ બનાવવાના એક કારખાનાના ગોડાઉનમાં લઇ ગયા હતા.

દુષ્કર્મથી ડરેલી સગીરાએ પરિવારને જાણ કરી
સગીરાને બેગના કારખાનાના ગોડાઉનમાં લઇ જઇ જાવેદે સગીરાને રૂમમાં પુરી દીધી હતી. બાદમાં સમીરે આવી સગીરાને અડપલા કર્યા હતા અને તે બહાર જતો રહ્યો હતો. બાદમાં આબીદ ઉર્ફે રેહાન આવ્યો અને તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. ઘટનાની જાણ સગીરાના પરિવારને થતાં તેઓ ડરી ગયા હતા. આરોપીઓ મજૂરી કામ કરે છે. પરંતુ માથાભારે હોવાથી પરિવાર ભયભીત હતો. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે જાવેદ, સમીર અને આબીદની અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...