તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:10 રૂપિયા નહીં આપનારા 2 કિશોરની 3 મિત્રે ધોલાઈ કરી

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોલા પોલીસમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ
 • બીડી પીવાના પૈસા મામલે ઝઘડો થયો હતો

ઘાટલોડિયામાં બીડી પીવા માટે 2 કિશોરોએ 10 રૂપિયા આપવાની ના પાડી દેતા 3 મિત્રોએ ભેગા મળી કમરપટ્ટા અને લાકડીઓ વડે બંનેની ધોલાઇ કરી હતી. પોલીસ ફરિયાદ મુજબ ઘાટલોડિયા ચાણકયપુરી સેક્ટર - 2 માં રહેતાં શીતલબહેન ઓમપ્રકાશ મોચી મંગળવારે ઘરે હાજર હતાં ત્યારે તેમના દીકરા આકાશનો મિત્ર વિશાલ ઉર્ફે છોડીમલ તેને લેવા ઘરે આવ્યો હતો. જેથી શીતલબહેને તેને પૂછ્યું હતું કે ‘તું આકાશને ક્યાં લઇ જાય છે,’ ત્યારે વિશાલે કહ્યું હતુ કે,‘અહીંયા બહાર જ લઇ જાવુ છું.’ થોડી વારમાં આકાશ પાછો આવી જશે. તેમ કહીને તે આકાશને લઇ ગયો હતો.આકાશ ઘરે આવીને રડવા લાગ્યો હતો, જેથી શીતલબહેને તેને પૂછતા તેણે કહ્યું હતંુ કે, વિશાલ તેને અને હર્ષદને ચાણકયપુરી ચેહરનગરની સામે આંગણવાડીની બાજુમાં લઇ ગયો હતો. જ્યાં વિશાલ, અજય અને મહેન્દ્રએ આકાશ પાસે બીડી પીવા માટે 10 રૂપિયા માંગ્યા હતા, જેથી આકાશે તેને કહ્યું હતું કે,મારી પાસે પૈસા નથી. તેમ કહેતા વિશાલ, અજય અને મહેન્દ્રએ આકાશ સાથે ઝઘડો કર્યો હતો. તે ત્રણેયે ભેગા મળી લાકડીઓ વડે આકાશ અને હર્ષદને માર માર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો