કોરોનાનો કહેર / કેડિલા ફાર્માના 3 કર્મચારીના કોરોનાના કારણે મોત, 30થી વધુ કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ હતો

3 employees  die of cadila pharmaceuticals due to corona report of more than 30 employees was positive
X
3 employees  die of cadila pharmaceuticals due to corona report of more than 30 employees was positive

  • ત્રાસદની કેડિલામાં ધોળકા, અમદાવાદ સહિતનાં શહેરોમાંથી અંદાજે 400 કર્મચારી નોકરી કરે છે.

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 05:55 PM IST

અમદાવાદ. ધોળકા તાલુકાના ત્રાસદમાં આવેલી કેડિલા ફાર્માના 30થી વધુ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો. તેમાંથી 3 કર્મચારીઓના મોત થયા છે. કેડિલાના 3 કર્મીઓના મોત ઉપરાંત કંપનીના એક કર્મીનું અન્ય કારણસર મોત થયું છે. જ્યારે કોરોના પોઝિટિવ કર્મીના પિતાનું મોત થયું હતું તેને કેડિલામાં ગણવામાં આવ્યું છે.
400 કર્મીઓ નોકરી કરે છે
ત્રાસદની કેડિલામાં ધોળકા, અમદાવાદ સહિતનાં શહેરોમાંથી અંદાજે 400 કર્મચારી નોકરી કરે છે. 26 કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ પ્લાન્ટને તે સમયે બંધ કરી દેવામાં આવ્યો હતો અને વધુ કર્મીઓના ટેસ્ટ કરાયા હતા. જેમાં કોરોના પોઝિટિવ કર્મીઓનો આંકડા 30થી વધારે થયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી