અમદાવાદ પોલીસની કાર્યવાહી:SBR પાસેથી 3 પીધેલા, રાજપથ પાસે કર્ફ્યૂ ભંગ બદલ 5 ઝડપાયા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ચિક્કાર દારૂ પીને મધરાત પછી કારમાં ફરવા નીકળ્યા હતા
  • મિત્રનો બર્થડે ઊજવી ગાંધીનગરથી રાત્રે 1.30 વાગ્યે પાછા ફરી રહેલા 3 યુવક અને 2 યુવતીની કર્ફ્યૂ ભંગ બદલ ધરપકડ

સિંધુભવન ત્રણ રસ્તા પાસેથી રવિવારે રાત્રે 2.45 વાગ્યે પોલીસે 3 યુવકોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ ઉપરાંત રાજપથ કલબ રોડ પરના શાશ્વત બંગલો ચાર રસ્તા પાસેથી પોલીસે મોડી રાતે 1.45 વાગ્યે 3 યુવાન અને 2 યુવતી સાથે મળી કુલ પાંચ લોકોની કર્ફ્યૂ ભંગના ગુનામાં ધરપકડ કરી હતી.

પોલીસ ફરિયાદ મુજબ સિંધુ ભવન 3 રસ્તા પાસેથી રવિવારે રાતે 2.45 વાગ્યે કરફયુ સમયમાં નીકળેલી કારને પોલીસે રોકી હતી. કારમાં સવાર 3 માણસોની પોલીસે પૂછપરછ કરતા તેમાં મહેશભાઈ હરગોવનભાઈ રબારી(28)(ચાંદખેડા), અક્ષયભાઈ ઈશ્વરભાઈ દેસાઈ(30)(ઓઢવ) અને અજય ધર્મશીભાઈ દેસાઈ(24)(ઓઢવ) હોવાનું જાણવા મળ્યું હતુ. તેમની તપાસ કરતા આ ત્રણેય દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે તેમની વિરુધ્ધ જાહેરનામા ભંગ અને દારૂનો કેસ કરી ત્રણેયની ધરપકડ કરી કાર કબજે કરી હતી.

બીજી ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે રવિવારે મોડી રાતે 1.45 વાગ્યે શાશ્વત બંગલો ચાર રસ્તા પાસેથી એક કારમાં હાજર 3 યુવાન અને 2 યુવતીને પકડયા હતા. પૂછપરછ કરતા તેમાં રીઝવાન અરમાન કુરેશી (25)(ફતેવાડી), દાનીસ ઐયુબભાઈ કુરેશી(28)(ફતેવાડી) અને નિહાલ મુન્નાભાઈ શેખ(21)(વેજલપુર) હોવાનું જાણવા મળ્યું હતુ, જ્યારે તેમની સાથેની 2 યુવતીમાંથી એક સેટેલાઈટમાં અને બીજી કોર્પોરેટ રોડ ઉપર રહેતી હોવાનું જણાવ્યું હતુ.

પાંચેયની પૂછપરછ કરતા તેમાંથી એક યુવાનનો બર્થ ડે હોવાથી તમામ મિત્રો જમવા માટે ગાંધીનગર ગયા હતા અને ત્યાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે પોલીસે રાજપથ ક્લબ પાસે પકડયા હતા. જો કે આ પાંચેય જણાંએ નાઈટ કર્ફ્યૂનો ભંગ કર્યો હોવાથી પોલીસે પાંચેય વિરુધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...