સિવિલ હોસ્પિટલમાં રેગિંગની વધુ એક ઘટના:ડેન્ટલના 3 વિદ્યાર્થીઓને 3 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેગિંગની એક ઘટના સામે આવી હતી. જેમાં અઠવાડિયા અગાઉ રાતે બર્થડે સેલિબ્રેશન માટે જુનિયર તબીબોને સિનિયર તબીબોએ ત્રાસ આપ્યો હતો અને બર્થડે સેલિબ્રેશન કરવા દીધી નહોંતી. જેથી જુનિયર તબીબોએ ફરિયાદ કરતા એન્ટી રેગિંગ કમિટીએ તપાસ કરી હતી અને રેગિંગ કરનાર સિનિયર તબીબોને સસ્પેન્ડ કર્યા હતા. જોકે આ રેગિંગ નહીં પરંતુ ત્રાસ આપતા હોવાનું ડેન્ટલના ડાયરેક્ટરે જણાવ્યું હતું.

સિનિયર તબીબ દ્વારા જુનિયર તબીબોનું રેગિંગ
​​​​​​​
સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ બાદ ડેન્ટલ વિભાગમાં રેગિંગની ઘટના સામે આવી હતી. ગત અઠવાડિયે ડેન્ટલ વિભાગના પહેલા વર્ષની મહિલા તબીબ હોસ્ટેલમાં બર્થડે સેલિબ્રેશન કરી રહી હતી. ત્યારે ત્રીજા વર્ષના 2 મહિલા સહિત 3 તબીબોએ તેમને રોક્યા હતા અને તેમને હેરાન કરવાનું ચાલુ કર્યુ હતું. અવારનવાર સિનિયર તબીબ દ્વારા જુનિયર તબીબોને હેરાન કરવામાં આવતા હતા. સિનિયર તબીબોએ આ અંગે જુનિયર તબીબોને કોઈને ન કહેવા દબાણ કર્યું હતું. આખરે કંટાળેલા જુનિયર તબીબોએ આ અંગે સિનિયર તબીબ વિરુદ્ધ વિભાગના વડાને ફરિયાદ કરી હતી.

એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ
આ અંગે બીજા જ દિવસે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં રેગિંગ નહીં માત્ર ત્રાસ આપતા હોવાનું જણાવતા જે સિનિયર તબીબી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, તે તબીબોને ત્રણ મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

3 સિનિયર તબીબ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ
​​​​​​​
આ અંગે ડેન્ટલના ડાયરેકટર ગિરીશ પરમારે જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળતા એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. રેગિંગ નહીં પરંતુ હોટ ડિસ્કશન થયું હતું, જેથી અમે તે અંગે પગલાં લીધા છે અને 3 સિનિયર તબીબોને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કર્યા તે તબીબીના નામ અમે નહીં આપી શકીએ.

અન્ય સમાચારો પણ છે...