કાર્યવાહી:‘મારી સામે કેમ જુએ છે’ કહી હુમલો કરનાર 3ને 1 વર્ષની જેલ, વાસણામાં 2016માં બનેલી ઘટનામાં સજા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાસણામાં પડોશી સામે જોતા તેને ‘તું મારી સામે કેમ જુએ છે, તારી આંખો કાઢી લઇશ’ તેમ કહી હુમલો કરનાર આરોપી વિજય, મુકેશ અને નીતિન ચુનારાને એડિ. સેશન્સ જજ વી.એ. રાણાએ 1 વર્ષની સજા ફટકારવાનો આદેશ કર્યો છે.

વાસણાના નવા ગણેશનગરમાં 26 જૂન 2016ના રોજ 6 મહિના પહેલા રાખેલા મકાન અંગે ફરિયાદી અને તેમના પત્ની શોભાબેન વાતો કરતા હતાં. એ વખતે સામેના બ્લોકમાં રહેતો મુકેશ ચુનારા તેમની પાસે આવ્યો અને કહ્યું હતું કે,‘તું મારી સામે કેમ જુએ છે તારી આંખો કાઢી લઇશ.’ તેમ કહી માર મારવા લાગ્યો હતો. બૂમાબૂમ થતાં આરોપી મુકેશનો ભાઇ વિજય અને નીતિન પણ ત્યાં આવ્યા લાકડાની ઇસ વડે હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે ફરિયાદી લોહી-લુહાણ થઇ ગયા હતાં.

આ બનાવ અંગે વેજલપુર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ચાર્જશીટ કર્યુ હતું. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ 10 સાક્ષી અને 12 દસ્તાવેજી પુરાવા તપાસી આરોપીઓ સામે કેસ પુરવાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...