AMCની કાર્યવાહી:જોધપુર-બોડકદેવમાં 3 કોમર્શિયલ યુનિટ સીલ, એકનો શેડ તોડાયો; કોઈપણ પરવાનગી વગર વધારાનું બાંધકામ કર્યું હતું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેશનના દક્ષિણ પશ્વિમ ઝોન વિસ્તારના જોધપુર અને બોડકદેવ વોર્ડમાં ગેરકાયદે બાંધકામો સીલ કરવાની તથા પાર્કિંગના નિયમનો ભંગ કરનારા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી રવિવારે હાથ ધરવામાં આવી હતી જેમાં જોધપુર અને બોડકદેવમાં ત્રણ બિલ્ડિંગના ત્રણ યુનિટ સીલ કરાયા હતા જ્યારે વેજલપુર પાસેની એક બિલ્ડિંગના એક યુનિટના ગેરકાયદે બનાવેલ શેડને તોડી પાડ્યો હતો.

પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલ પાર્શ્વનાથ બિઝનેસ પાર્ક તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં 11મા માળે મ્યુનિ. ની મંજૂરી મેળવ્યા ઉપરાંતની જગ્યામાં ખુલ્લા ટેરેસ ઉપર વધારાનું બાંધકામ બિન પરવાનગીએ કરી ઓફિસ એક્સટેન્ડ કરી હતી. તે બે ઓફિસને સીલ કરવામાં આવી હતી. સિંધુભવન રોડ પર આવેલ શિલ્પ એરોન બિલ્ડિંગમાં ‘સીએન્ઝા સિઝલર’ કાફેના ગેરકાયદે વપરાશવાળા બાંધકામના ભાગને સીલ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...