કાર્યવાહી:24થી વધુ ભંગારની દુકાન-ગોડાઉનમાંથી ચોરી કરનારા 3 પકડાયા; CCTVમાં દેખાયેલા બાઇકને આધારે કામગીરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રખિયાલ, ગાયકવાડ હવેલી વિસ્તારમાં પણ ચોરી કરી હતી

ભંગારના ગોડાઉન અને દુકાનોને ટાર્ગેટ કરીને ચોરી કરતા ત્રણ ચોરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. બંને ચોર રખિયાલના એક ગોડાઉનમાંથી કોપર ભરેલા ત્રણ થેલા ચોરીને ભાગી રહ્યા હતા, પરંતુ કોઈએ પીછો કરતા ત્રણેય જણ થેલા મૂકીને ભાગી ગયા હતા. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી તેમની અને બાઇકની તસવીરોને આધારે ત્રણેયને ઝડપી લેવાયા હતા. ત્રણેયે અગાઉ 24 ભંગારની દુકાન-ગોડાઉનોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

રખિયાલમાં ભંગારના ગોડાઉનમાં ગત 22મી ઓક્ટોબરની રાતે ત્રણ ચોર ચોરી કરવા ઘૂસ્યા હતા. કોસ વડે ગોડાઉનનું શટર ઊંચું કરીને તેમાંથી કોપર ભરેલા ત્રણ થેલા ચોરી કરીને ત્રણેય બાઈક ઉપર ભાગવા જતા હતા, પરંતુ કોઈને શંકા જતા બૂમો પાડીને તેમનો પીછો કરતા ત્રણેય કોપર ભરેલા ત્રણેય થેલા ફેંકીને ભાગ્યા હતા. આ અંગે રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે દિનેશ જુમ્મન ગિરધારી દરોગા (ઉં.50, આકૃતિ ટાઉનશીપ, નારોલ), રામબાબુ શિરોમન કેવટ (ઉં.38, રાજેન્દ્ર પાર્ક, ઓઢવ) અને સુનીલકુમાર લોટન કેવટ (ઉં.24, રાજેન્દ્ર પાર્ક, ઓઢવ)ને ઝડપી લીધા હતા.

ત્રણેય પાસેથી ચોરીના ગુનામાં વપરાયેલંુ બાઈક અને કોસ સહિતનાં ઓજાર પોલીસે કબજે કર્યાં હતાં. આરોપીઓએ અગાઉ 24 ભંગારની દુકાન - ગોડાઉનમાંથી ચોરી કરી હોવાની તથા તાજેતરમાં તેમણે રખિયાલ અને ગાયકવાડ હવેલી વિસ્તારની 4 દુકાનોમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...