• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 3 Bootleggers Arrested For Selling Liquor By Renting A Farm House In Bopal, Bringing Liquor From Rajasthan And Selling It In Different Parts Of The City

કાર્યવાહી:બોપલમાં ફાર્મ હાઉસ ભાડે રાખીને દારૂ વેચતા 3 બુટલેગરની ધરપકડ, રાજસ્થાનથી દારૂ લાવી શહેરના વિવિધ વિસ્તારમાં વેચતા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • દારૂની 696 બોટલ, કાર સહિત કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત

સાણંદ-મણિપુર રોડ પર બોપલની હદમાં આવેલા સૂર્યરંગ કોટેજમાં મહિને રૂ.30 હજારના ભાડે ફાર્મ હાઉસ રાખીને 10 માસથી દારૂનો ધંધો કરતા 3 બુટલેગરને એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને દારૂની 696 બોટલ સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદ જિલ્લા એલસીબી ઈન્ચાર્જ પીઆઈ જી.એમ.પાવરાને મળેલી બાતમીના આધારે તેમણે સ્ટાફ સાથે સૂર્યરંગ કોટેજના એક બંગલામાં દરોડો પાડી, વિદેશી દારૂની 696 બોટલ (કિં.રૂ.3.32 લાખ), 6 મોબાઈલ ફોન, રોકડ અને ગાડી સહિત કુલ રૂ 5.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ સાથે પોલીસે સ્થળ પરથી ભગીરથસિંહ કનુભા ચૌહાણ (ઉં.33, રહે. નવા નરોડા), જલીલ અહેમદ અબ્દુલખાલીદ અંસારી (ઉં.41, રહે. સરસપુર) અને વિનોદસિંહ કિશોરસિંહ પૂરોહીત (ઉં.22, રહે. રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ભગીરથસિંહે 10 મહિના પહેલા આ જગ્યાએ મહિને રૂ.30 હજારના ભાડે ફાર્મ હાઉસ રાખીને ત્રણેય ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હતા. જ્યારે જલીલ રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવતો અને તેઓ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં દારૂ સપ્લાય કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...