અમદાવાદ પોલીસની કાર્યવાહી:પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનાં 1392 રીલ સાથે 3ની ધરપકડ, વેપારીઓ પાસેથી 6.96 લાખની કિંમતનો મુદામાલ જપ્ત

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જપ્ત કરેલી ચાઇનીઝ દોરીની તસવીર - Divya Bhaskar
જપ્ત કરેલી ચાઇનીઝ દોરીની તસવીર
  • પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા કાશીન્દ્રાના બે વેપારી અને ધોળકાના એક વેપારીની પોલીસે ધરપકડ કરી

ઉત્તરાયણને હવે માંડ 10 દિવસ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લા એસઓજી એ અસલાલી અને ધોળકામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડી પાડી છે. પોલીસે રૂ.6.96 લાખની કિંમતના ચાઈનીઝ દોરીના 1392 રીલ સાથે 3 વેપારીની ધરપકડ કરી હતી. ત્રણેય વેપારીઓ ચાઈનીઝ દોરી વેચવા માટે લાવ્યા હતા.

ચાઈનીઝ દોરીના કારણે સંખ્યાબંધ માણસો અને પશુ - પક્ષીના મૃત્યુ નિપજયા હતા. જેની ગંભીરતાથી નોંધ લઈને કોર્ટે ચાઈનીઝ દોરીના ખરીદ, વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે વેપારીની પોલીસે ધરપકડ કરી છે.

કાશીન્દ્રામાં રહેતા 2 વેપારી ઉત્તમભાઈ ઠાકોર(40)(સફલમ ગ્રીન્સ સોસાયટી, કાશીન્દ્રા) અને ધરમભાઈ ઠાકોર(વિસલપુર, કાશીન્દ્રા) ચાઈનીઝ દોરી લાવીને વેચી રહ્યા હોવાની બાતમી એસઓજીના પીઆઈ ડી.બી.વાળાને મળી હતી. જેના આધારે તેમણે દરોડો પાડીને બંને વેપારીને ચાઈનીઝ દોરીના 1090 રીલ(કિંંમત રૂ.5.45 લાખ) સાથે ઝડપી લીધા હતા.

જ્યારે એસઓજીની ટીમે ધોળકા સ્વામીનારાયણ મંદિરની સામે ગાંધીવાડની પોળમાં રહેતા દિપકભાઈ ઉર્ફે સાંભા રમણભાઈ રાણાને ચાઈનીઝ દોરીના 302 રીલ(કિંમત રૂ.1.51 લાખ) સાથે ઝડપી લીધો હતો. જો કે આ ત્રણેય વેપારીઓ ચાઈનીઝ દોરી ક્યાંથી કેટલા પૈસા માં લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...