તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં બોડકદેવ, પાલડી અને મણિનગર સહિતના વિસ્તારોમાં વધુ 21 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 28 દૂર કરાયા, હવે 269 અમલી બન્યાં

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ 3 એપ્રિલ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 276 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં મણિનગર, વટવા, પિપળજ, દાણીલીમડા, જોધપુર, વસ્ત્રાલ, ભાઈપુરા, ચાંદલોડિયા, થલતેજ, ઘાટલોડિયા, બોડકદેવ, છારોડી અને પાલડી 21 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુર, વેજલપુર, નિકોલ, ગોતા, ચાંદલોડિયા, થલતેજ, પાલડી, નવરંગપુરા, ચાંદખેડા, વાસણા અને મણિનગરના 28 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 269 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (3 એપ્રિલ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં 21 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
મણિનગરના મુકુલ પાર્કના 10 મકાનના 42 લોકો અને સાફલ્યા એપાર્ટમેન્ટના 17 મકાનના 70 લોકો, વટવાના શિખર એપાર્ટમેન્ટના 4 મકાનના 14 લોકો, પિપળજના 55 મકાનના 250 લોકો, દાણીલીમડાની મંગલ વિકાસ સોસાયટીના 12 મકાનના 58 લોકો, જોધપુરના પૃથ્વી ટાવરના 8 મકાનના 33 લોકો, વસ્ત્રાલની સાહિત્યા રેસિડેન્સીના 20 મકાનના 82 લોકો અને સૂર્યમ એલેગન્સના 28 મકાનના 126 લોકો, ભાઈપુરાના ભવદીપ પાર્ક1ના 14 મકાનના 59 લોકો અને ભવદીપ પાર્ક-2ના 14 મકાનના 60 લોકો, ચાંદલોડિયાના શુકુન રેસિડેન્સીના 16 મકાનના 60 લોકો, શ્રી દર્શન એપાર્ટમેન્ટના 40 મકાનના 150 લોકો અને આદિત્ય પરિવેશના 20 મકાનના 80 લોકો, થલતેજના જીવનદીપ રો હાઉસના 6 મકાનના 25 લોકો(માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરો) અને ગુંજન પાર્કના 4 મકાનના 16 લોકો, ઘાટલોડિયાના આકાંક્ષા એપાર્ટમેન્ટના 36 મકાનના 150 લોકો, બોડકદેવના આર્યન એમ્બસીના 28 મકાનના 100 લોકો, છારોડી SGVP ગુરૂકુળની લેબર કોલોનીના 40 લોકો, પાલડીની સેલેબ્રિટી રેસિડેન્સીના 12 મકાનના 28 લોકો અને ચાંદખેડાના મોટેરાના A3 હાઈટ્સના 6 મકાનના 24 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો