અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી ચાર દિવસ માટે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સની શરૂઆત થઈ છે. વર્ચ્યુઅલ માધ્યમથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશ વિદેશ અને રાજયના 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે. 500થી વધુ શિક્ષકો તેમજ રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા છે. ભારત સહિત અન્ય દેશના 15 વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. શિક્ષણ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘણીએ આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. વિજ્ઞાન થકી બાળ વૈજ્ઞાનિકોના આત્મવિશ્વાસ માટે 29મી નેશનલ ચિલ્ડ્રન કોંગ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે.
વર્ચ્યુઅલી દેશભરમાંથી 658 વિદ્યાર્થી જોડાયા
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતને યજમાન બનાવવા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. વર્ચ્યુઅલી દેશભરમાંથી 658 વિદ્યાર્થી અને 18 ગલ્ફ કન્ટ્રીમાંથી ભાગ લીધો છે. અગાઉ દસ હજાર વિદ્યાર્થીએ ભાગ લીધો તેમાંથી 23ની પસંદગી થઇ છે. આજથી નાના બાળ સાયન્ટિસ્ટ તેમના પ્રયોગ દેશ સમક્ષ રજૂ કરી તેના માટે મુખ્યમંત્રીએ પણ શુભકામના આપી છે. સવા 5 લાખ વિદ્યાર્થી જોડાયા તેના માટે વિજય નહેરાને અભિનંદન આપું છું.
છેલ્લા 6 મહિનામાં 5 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી
આ કોન્ફરન્સમાં જેટલા પણ બાળ સાયન્ટિસ્ટ જોડાયેલા છે જે આમાં હિસ્સો લેવાના છે એ બધાને સાયન્સ સિટી ઉપરાંત કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવે તે ઇચ્છનીય છે. તેમના માટેની આવવા જવા અને રહેવાની તમામ વ્યવસ્થા હું કરી દઈશ. આ સાયન્સ સિટી જોઈને લાગશે કોઈ બીજા દેશમાં છીએ. સ્ટેમ કવીઝ પહેલો પ્રયોગ સવા પાંચ લાખ રજીસ્ટ્રેશન થયું છે. વડાપ્રધાન મોદીનો વિચાર રહ્યો છે કે સાયન્સનો ફેલાવો વધારે થાય. સાયન્સ સિટી વિશ્વનું નજરાણું બન્યું છે તો તમામ લોકો ત્યાં આવે. છેલ્લા 6 મહિનામાં 5 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.