તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં કોરોનાના કેસના ઘટાડા થઈ રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં કુલ 19 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા. કોરોના સંક્રમણને પગલે શહેરમાં આજે વધુ 3 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. જ્યારે 2 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.
શહેર અને જિલ્લામાં સતત પાંચમા દિવસે 200થી ઓછા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 170 નવા કેસ અને 173 દર્દી સાજા થયા છે. જ્યારે 3 દર્દીના મોત થયા છે. 28 ડિસેમ્બરની સાંજથી 29 ડિસેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 163 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 168 અને જિલ્લામાં 5 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 57,310 થયો છે. જ્યારે 52,143 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2243 થયો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.