કોરોના બેકાબૂ:ઘાટલોડિયાની રન્નાપાર્ક અને શાયોના પાર્ક નામની બંને સોસાયટીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં, કુલ 900 લોકો કવોરન્ટીન કરાયા

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 30 એપ્રિલથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 299 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે ઘાટલોડિયાની રન્નાપાર્ક અને શાયોના પાર્ક નામની બંને સોસાયટીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં, કુલ 900 લોકો ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે . શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 11 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 33ને દૂર કરાતા હવે શહેરમાં 276 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

શહેરમાં ઈસનપુર, ઘોડાસર મણિનગર, વાડજ, પાલડી અને ઘાટલોડિયામાં 11 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે ઈસનપુર, વટવા, જોધપુર, પાલડી, નવરંગપુરા, ન્યુ રાણીપ, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, ગોતા, ચાંદલોડિયા, થલતેજ અને ચાંદલોડિયાના 33 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (30 એપ્રિલે)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત આઠમા દિવસે 5 હજારથી વધુ કેસ
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં સતત આઠમા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5,319 નવા કેસ સામે આવ્યા છે અને 2,557 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 25ના મોત થયા છે.

28 એપ્રિલની સાંજથી 29 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5258 અને જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 2504 અને જિલ્લામાં 53 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 26ના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 160,768 થયો છે. જ્યારે 95,609દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,895 થયો છે.

અન્ય સમાચારો પણ છે...