ટ્રાફિક વિભાગની ડ્રાઇવ:2 દિવસમાં 147 સગીર વાહનચાલક પાસેથી 2.92 લાખ દંડ વસૂલાયો, સ્કૂલ-કોલેજો બહારની સ્પેશિયલ ડ્રાઇવમાં 38 વાહન ડિટેન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમવારે પણ સ્કૂલો બહાર લાઇસન્સ વિનાના સગીર વાહનચાલકોને દંડાયા. - Divya Bhaskar
સોમવારે પણ સ્કૂલો બહાર લાઇસન્સ વિનાના સગીર વાહનચાલકોને દંડાયા.
  • સોમવારે વધુ 94 લાઇસન્સ વિના પકડાયા, 3ના વાલી સામે ગુનો

સ્કૂલ-કોલેજોમાં વાહન લઈને જતા સગીર વયના વિદ્યાર્થીઓને પકડવા ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવમાં સોમવારે લાઇસન્સ વગર વાહન ચલાવતાં 94 કિશોર-કિશોરી પકડાયાં હતાં. તેમની પાસેથી પોલીસે રૂ.1.90 લાખનો દંડ વસૂલ કર્યો હતો. જ્યારે 3 સગીરના માતા - પિતા સામે ગુનો નોંધી કુલ 27 વાહન ડિટેઈન કરાયાં હતાં.

ઘરેથી માતા-પિતાની જાણ બહાર એક્ટિવા લઈને સ્કૂલે જઈ રહેલા વાડજના સગીરનું સોસાયટીના ગેટ બહાર જ એએમટીએસની અડફેટે મોત નિપજ્યું હતંુ. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને ટ્રાફિક પોલીસે સ્કૂલ - કોલેજમાં લાઈસન્સ વગર વાહન લઈને જતા અંડર એજ (સગીર વયના વાહનચાલકો) સામે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે.

આ પહેલાં શનિવારે આ ડ્રાઈવમાં પોલીસે 53 કેસ કરીને રૂ.1.02 લાખનો દંડ વસૂલ કરીને 2 ગુના નોંધી 11 વાહન ડિટેઇન કર્યાં હતાં. આમ બે દિવસની ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસે 147 સગીર વાહનચાલકોને પકડીને તેમની પાસેથી રૂ.2.92 લાખ દંડ વસૂલ કરીને 5 વાહનચાલકના માતા - પિતા સામે ગુનો નોંધી 38 વાહન ડિટેન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...