કોરોનાની મહામારીએ દરેક ક્ષેત્રને ભરડામાં લીધો છે. 2019-20ના વર્ષમાં રાજ્યમાં 39902 વિધાર્થીઓને બેન્કો દ્વારા રૂ. 1259 કરોડની એજ્યુકેશન લોન આપવામાં આવી હતી. એક અંદાજ મુજબ, દેશમાં એજ્યુકેશન લોનનું માર્કેટ રૂ. 93 હજાર કરોડ છે. કોરોનાના વર્ષ 2020-21માં અગાઉના વર્ષની સરખામણીએ 10 હજાર ઓછા વિધાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી છે. 2020-21માં 29335 વિધાર્થીઓને રૂ. 1044 કરોડની લોન આપવામાં આવી છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટિની ત્રિમાસિક મીટિંગમાં આ વિગતો બહાર આવી હતી.
એક વર્ષમાં એજ્યુકેશન લોનની રકમમાં રૂ. 215 કરોડનો ઘટાડો થયો છે. 2016-17થી 2020-21 સુધી કુલ રૂ. 4338 કરોડની એજ્યુકેશન લોન 1.24 લાખ વિધાર્થીઓને આપવામાં આવી છે. વર્ષ 2020-21ના છેલ્લા ક્વાર્ટરમાં 11 હજારથી વધારે વિધાર્થીઓને રૂ. 470 કરોડની લોન અપાઇ હતી. એપ્રિલથી જૂન 2020માં 4236 વિધાર્થીઓને રૂ. 142 કરોડની લોન આપવામાં આવી હતી.
NRI ડિપોઝિટમાં 2019માં 8 હજારના વધારા સામે 2020માં માત્ર રૂપિયા 74 કરોડ જ વધ્યા
NRI ડિપોઝિટનો આંકડો રૂ. 80183 કરોડ છે. જે કુલ ડીપોઝિટના 9.10% છે. માર્ચ 2020માં આ ડિપોઝિટ રૂ. 80109 કરોડ હતી. એક વર્ષમાં NRI ડિપોઝિટમાં રૂ. 74 કરોડનો વધારો થયો છે. માર્ચ 2019માં NRI ડિપોઝિટ રૂ. 72132 કરોડ હતી. જેમાં રૂ. 7977 કરોડનો વધારો થઇ માર્ચ 2020માં રૂ. 80109 થઇ હતી.
2016માં 15 હજાર વિધાર્થીઓએ લોન લીધી હતી, હવે 29 હજારથી વધુ થયા
વર્ષ | વિધાર્થીલોનની રકમ |
2020-21 | 29335રૂ. 1044 કરોડ |
2019-20 | 39902રૂ. 1259 કરોડ |
2018-19 | 21842રૂ. 998 કરોડ |
2017-18 | 16937રૂ. 590 કરોડ |
2016-17 | 15860રૂ. 447 કરોડ |
વર્ષ 2020-21માં પહેલા બે ક્વાર્ટર જેટલી લોન છેલ્લા ક્વાર્ટરમાં લેવાઇ
ક્વાર્ટર | વિધાર્થી | લોનની રકમ |
એપ્રિલથી જૂન 2020 | 4236 | રૂ. 142 કરોડ |
જુલાઇથી સપ્ટેમ્બર | 6992 | રૂ. 214 કરોડ |
ઓક્ટોબરથી ડિસેમ્બર | 7020 | રૂ. 218 કરોડ |
જાન્યુ.થી માર્ચ 2021 | 11087 | રૂ. 470 કરોડ |
(સ્રોતઃ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી)
વિદેશ પ્રવાસ પરના પ્રતિબંધોની મોટી અસર
કોરોનાના કારણે ઘણા બધા વિધાર્થીઓએ વિદેશ જવાના પ્લાનમાં ફેરફાર કરી નાખ્યો હતો. જેના કારણે પહેલા બે ક્વાર્ટરમાં લોન વિતરણનું પ્રમાણ સાવ ઓછું હતું. છેલ્લા ક્વાર્ટરમાં જોકે પ્રમાણ વધ્યું હતું જેનું કારણ ઓનલાઇન શિક્ષણ તરફનો ઝોક છે. જ્યાં સુધી એડમિશન લેટર ના મળે ત્યાં સુધી બેન્કો પણ લોન માટે આગળ પ્રોસેસ કરતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.