તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં ઘોડાસર, ચાંદલોડિયા, બોડકદેવ સહિત વધુ 13 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 3 દૂર કરાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ચાંદલોડિયાની વંદેમાતરમ સોસાયટીના 24 ઘરના 90 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 251 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં થલતેજ, ગોતા, જોધપુર, બોડકદેવ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં 13 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે ચાંદખેડાના 2 અને મણિનગર તથા ગોતાના 1-1 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે. આમ હાલ 262 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (29 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

13 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
નિકોલના 5 ઘરના 21 લોકો, ચાંદખેડાના 4 ઘરના 18, રાણીપના 4 ઘરના 17, ઘોડાસરની મોતીબાગ સોસાયટીના 4 ઘરના 19, ઘોડાસરના ગીરિરાજ એપાર્ટમેન્ટના 3 ઘરના 15, ઘોડાસરની દીપમાલા સોસાયટીના 12 ઘરના 48 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મણિનગરના સ્નેહ સુકુન એપાર્ટમેન્ટના 8 ઘરના 29 લોકોને, સાઉથ બોપલની ઓર્ચિડ ડિવાઈન સોસાયટીના 4 ઘરના 15, વેજલપુરના વિનસપાર્કના 8 ઘરના 26, બોડકદેવના સવિતા ગોવિંદ પ્લાઝાના 16 ઘરના 60, ચાંદલોડિયાની વંદેમાતરમ સોસાયટીના 24 ઘરના 90 અને ઘાટલોડિયાના રંગ ઉપવન બંગલોઝના 6 ઘરના 25 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 615 નવા કેસ અને 588 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,345 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા.

27 માર્ચની સાંજથી 28 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 607 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 581 અને જિલ્લામાં 7 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 70,775 થયો છે. જ્યારે 66,337 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો