કૉમર્સમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ:ગુજરાત યુનિવર્સિટીમાં 28787 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા, 9943 બેઠક હજુ ખાલી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સીટીમાં UG કૉમર્સમાં એડમિશન પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે.3 રાઉન્ડ ઓનલાઇન અને 2 રાઉન્ડ ઓફલાઇન કરીને એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.કુલ 5 રાઉન્ડમાં 28787 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.જોકે હજુ 9943 બેઠક ખાલી છે પરંતુ ગુજરાત યુનિવર્સીટીએ પ્રવેશ પ્રકિયા પૂર્ણ જાહેર કરી છે.

ડૉ જશવંત ઠક્કર- ડીન અને કન્વીનર(એડમિશન કમિટી)
ડૉ જશવંત ઠક્કર- ડીન અને કન્વીનર(એડમિશન કમિટી)

UG કૉમર્સમાં 41000 બેઠકમાંથી 28787 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.ઓફલાઇન રાઉન્ડમાં 8582 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.EWS સહિતની કુલ 12420 બેઠક હજુ ખાલી છે.આ ઉપરાંત M COM માં 6256 બેઠક પર એડમિશન ફાળવવામાં આવ્યા છે જેમાંથી 2020 બેઠક પર ઓફલાઇન એડમિશન ફાળવવામાં આવ્યા છે.EWS સહિતની 984 બેઠક હજુ ખાલી છે.

કોમર્સ ફેકલ્ટીના ડીન ડૉ. જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે આજે સત્તાવાર રીતે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.હજારો બેઠક ખાલી છે પરંતુ ચોક્કસ કોલેજ અને ચોક્કસ કોર્ષમાં એડમિશન ના મળતા વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત છે.દોઢ મહિનાથી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...