એરપોર્ટ પર પેસેન્જરો રઝળ્યા:એર કેનેડાની ફ્લાઇટને ટેક-ઓફની મંજૂરી ન મળતાં અમદાવાદ એરપોર્ટ પર 283 મુસાફર ફસાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમર્જન્સી લેન્ડિંગ પછી મંગળવારે રાત્રે એરપોર્ટ બોલાવી દોઢ કલાક બેસાડી રાખ્યા
  • એરપોર્ટ આવેલા પેસેન્જરોને સિક્યોરિટીએ કહ્યું, તમને અહીં પ્રવેશવાની પરમિશન મળી નથી

સોમવારે દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અમદાવાદ ડાઈવર્ટ કરાયેલી એર કેનેડાની ફલાઇટના 283 પેસેન્જરો ટેક્નિકલ કારણોસર 48 કલાકથી અમદાવાદ એરપોર્ટ પર ફસાતાં હજુ દિલ્હી પહોંચી શક્યા નથી.

મંગળવારે રાત્રે પેસેન્જરોને એરલાઇન્સે એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જો કે એર કેનેડાની ફ્લાઈટને ટેકનિકલ કારણોસર ટેકઓફની મંજૂરી મળી ન હતી. દોઢ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ પેસેન્જરોને પાછા હોટેલ મોકલી દીધા હતા. બુધવારે રાત્રે આ પેસેન્જરોને દિલ્હી મોકલવામાં આવે તેવી શક્યતા છે.

એરપોર્ટ આવ્યાં બાદ એરપોર્ટના સિક્યોરિટી સ્ટાફે પેસેન્જરોને કહ્યું હતું કે તમને એરપોર્ટમાં પ્રવેશવાની પરમિશન મળી નથી. જેથી પેસેન્જરો એક થી દોઢ કલાક એરપોર્ટ બહાર રઝળપાટ કરવી પડ્યો હતો. ત્યારબાદ રાત્રે 12 વાગ્યે ફ્લાઈટ કેન્સલ થયાનું કહ્યું હતું.