તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • 282 Micro Containment Zones In Ahmedabad; 90 In Thaltej's Sukit Apartment, 29 In Ghodasar's Mangalamurthy Society Placed In Containment Zone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર વધ્યો:અમદાવાદમાં 282 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન; થલતેજના સુકિત એપાર્ટમેન્ટમાં 90, ઘોડાસરની મંગલમૂર્તિ સોસાયટીમાં 29 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધી રહ્યા છે. શહેરમાં આજે 19 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કોરાનાના નવા કેસ નોંધાતાં 3 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 282 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે.

નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 1, વેસ્ટ ઝોનના 1 નોર્થ વેસ્ટ ઝોનના 1 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આમાં સાઉથ ઝોનના ઘોડાસર વિસ્તારમાં આવેલી મંગલમૂર્તિ સોસાયટીના પાર્ટ 1માં આવેલા 6 ઘરમાં રહેતા 29 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત નોર્થ વેસ્ટ ઝોનના થલતેજ વિસ્તારમાં આવેલા સુકિત એપાર્ટમેન્ટમાં 90 લોકો અને વેસ્ટ ઝોનના ભીમજીપુર વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં 14 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

19 વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કર્યાં
આજે શહેરમાં 19 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં સાઉથ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 1, નોર્થ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 8, વેસ્ટ ઝોનના 3 અને નોર્થ વેસ્ટ ઝોનના 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો