તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદમાં 282 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન; ચાંદલોડિયાના ઉમા શરણમ ફ્લેટમાં 150, વાસણાની કુલિન સોસાયટીમાં 90 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાસણાની કુલનિ સોસાયટીના 25 ઘર અને ચાંદલોડિયામાં ઉમા શરણ ફ્લેટમાં 36 ઘર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા. - Divya Bhaskar
વાસણાની કુલનિ સોસાયટીના 25 ઘર અને ચાંદલોડિયામાં ઉમા શરણ ફ્લેટમાં 36 ઘર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા.

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધી રહ્યા છે. શહેરમાં આજે 19 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કોરાનાના નવા કેસ નોંધાતાં 2 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 282 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે.

નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં વાસણાની કુલનિ સોસાયટીના મકાન નંબર 26થી 50ના 25 ઘર અને 90 લોકો તથા ચાંદલોડિયામાં વંદેમાતરમ નજીક ઉમા શરણમ ફ્લેટમાં 36 ઘરના 150 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત.

19 વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કર્યાં
આજે શહેરમાં 19 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 3, મધ્ય ઝોનમાં 1, દક્ષિણ ઝોનમાં 6, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9 વિસ્તારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો