તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં થલતેજ, જોધપુર, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા સહિત વધુ 14 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 3 દૂર કરાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કન્ટેનમેન્ટ ઝોનમાં 28 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 251 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં થલતેજ, ગોતા, જોધપુર, બોડકદેવ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં 14 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુર, થલતેજ અને ચાંદખેડાના 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 262 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (28 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

14 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
જોધપુરના સેટેલાઈટના અગ્રવાલ ટાવરના 4 મકાનોના 14 લોકો અને અશ્વારી ટાવરના 4 મકાનોના 15 લોકો, મણિનગરની અબૃદા સોસાયટીના 39 મકાનોના 134 લોકો, નટકમલ કોમ્પ્લેક્સ પ્રકાશનગરના 12 મકાનોના 48 લોકો અને હીરામોતી માર્કેટ સામેના મંદિર કોમ્પ્લેક્સના 16 મકાનોના 36 લોકો, વટવાની જનકપુરી સોસાયટીના 12 મકાનોના 48 લોકો, પાલડીના અમરદીપ એપાર્ટમેન્ટના 3 મકાનોના 11 લોકો, નિકોલની પંચમૂર્તિ રેસિડેન્સીના 4 મકાનોના 19 લોકો, ઘાટલોડિયાના અર્જૂન ટાવરના 24 મકાનોના 90 લોકો, થલતેજની જીવનદીપ સોસાયટીના 5 મકાનોના 20 લોકો, ગોતાના પોપ્યુલર પેરેડાઈસના 16 મકાનોના 60 લોકો અને માલાબાર કાઉન્ટી-2ના 16 મકાનોના 60 લોકો તથા બોડકદેવના સેન્ચુરી ટાવરના 16 મકાનોના 65 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.

શહેરમાં સતત બીજા દિવસે 600થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 547 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,343 પર પહોંચ્યો છે. 26 માર્ચની સાંજથી 27 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 601 અને જિલ્લામાં 11 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 540 અને જિલ્લામાં 7 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 70,160 થયો છે. જ્યારે65,789 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો