તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંક મર્જર:ગુજરાતમાં 9 મહિનામાં 274 સરકારી બેંક બ્રાંચ બંધ, પાસબૂક, ચેકબૂક, અકાઉન્ટ નંબર બદલાતા સ્થાનિકોના ધક્કા વધ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નજીકની બેંક બ્રાંચ બંધ થતા સ્થાનિકો હેરાન-પરેશાન થયા છે

દેશભરમાં ધીરે-ધીરે મોટાભાગની સરકારી બેંકોને એકબીજા સાથે મર્જ કરવામાં આવી રહી છે, જેના કારણે ખાતેદારોને શરૂઆતના સમયમાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાસબૂક, ચેકબૂક, અકાઉન્ટ નંબર સહિત બદલાઈ ગયા છે. ગુજરાતમાં પણ છેલ્લા 9 મહિનામાં કુલ 274 બેંક બ્રાંચ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે કેટલીક બેંકોને એકબીજા સાથે મર્જ કરીને કામગીરી ચાલી રહી છે. નજીકની બેંક બ્રાંચ બંધ થતા સ્થાનિકો હેરાન-પરેશાન થયા છે. સાથે જ હવે લોકો મોટાભાગની બેંકને લખતી પ્રક્રિયા ઓનલાઈન જ કરી રહ્યા છે.

સ્ટેટ લેવલના બેન્કર્સ કમિટીના રિપોર્ટ અનુસાર, માર્ચ 2020 સુધી રાજ્યમાં કુલ 3992 બેંક બ્રાંચ હતી જેમાં હવે ઘટાડો કરીને 3918 કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સરકારી બેન્કોને મર્જ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમા મોટી રાષ્ટ્રીય કૃત બેન્કો જ રહેશે. સાથે જ સરકારી બેંકોનું ખાનગીકરણ પણ કરી દેવામાં આવશે.

1 એપ્રિલ 2020થી દેશની 10 મોટી જાહેર ક્ષેત્રની બેંકોનું મરજર કરીને 4 મોટી બેંકો બનાવવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક (PNB) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકમાં મર્જ કરી છે. આ મર્જર પછી રચાયેલી બેંક દેશની બીજી સૌથી મોટી બેંક બની છે. સિન્ડિકેટ બેંક કેનેરા બેંકમાં મર્જ થઈ હતી. મર્જર પછી તે દેશની ચોથી મોટી બેંક બની છે. યુનિયન બેંક આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકમાં મર્જ કરવામાં આવી હતી. આ મર્જર પછી રચાયેલી બેંક દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક બની ગઈ છે. મર્જર બાદ ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંક દેશની સાતમી સૌથી મોટી બેંક છે.

બેંકોના મર્જર પછી બેંક ખાતાંઓ પર શું અસર થઈ?
બેંકોના મર્જરની સીધી અસર બચત ખાતાં, ચાલુ ખાતાં અને અન્ય પ્રકારના ખાતાઓ પર પડી છે. મર્જર પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ બેંકોના અકાઉન્ટધારકોએ બેંકમાં જવું પડે છે અને તેમની અત્યારની પાસબુક બદલાવીને નવી પાસબુક લેવી પડે છે. મર્જર સાથે સંકળાયેલી તમામ બેંકોને સરકારે મર્જર પ્રક્રિયા દરમિયાન બેંકિંગ સેવાઓમાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.

સરકારે બજેટમાં 2 સરકારી બેન્કોને મર્જ કરવાની વાત કરી હતી
બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાની રોકાણ યોજનાના ભાગરૂપે બે સરકારી બેન્કોને મર્જ કરવાની જાહેરાત કરી હતી. સરકાર તે દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. તેના જ વિરોધમાં બેન્ક કર્મચારી 2 દિવસની હડતાલ પર જઈ રહ્યા છે. સરકારે 2019માં LICમાં પોતાની મલ્ટીપલ ભાગીદારી વેચાની IDBI બેન્કોનું ખાનગીકરણ કરી દીધું છે. જ્યારે છેલ્લા 4 વર્ષમાં 14 પબ્લિક સેક્ટર બેન્કોને મર્જ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો