ભાસ્કર એક્સક્લૂઝિવ:મીઠાખળીમાં કોર્પોરેશનની PPP મોડલ પર ચાલતી મહાત્મા ગાંધી સ્કૂલની ધોરણ 12ની ફી 2.71 લાખ કરાઈ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્કૂલની જમીન, બિલ્ડિંગ સરકારી, પણ ફી પર સરકારનો કોઈ અંકુશ નહિ
  • સ્કૂલે 9 ટકા ફી વધારો માગ્યો હતો, એફઆરસીએ 5 ટકા વધારો મંજૂર કર્યો

મીઠાખળીમાં કોર્પોરેશનની સ્કૂલમાં પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ (PPP) મોડલ પર ચાલતી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ (MGIS)ની વર્ષ 2021-22ની ફી જાહેર કરાઈ છે. સ્કૂલે ધો.12 માટે 2.95 લાખ ફી માગી હતી, જેની સામે એફઆરસીએ 2.71 લાખ નક્કી કરેલી ફીનો ફાઇનલ ઓર્ડર કર્યો છે.

ફી મુદ્દે શિક્ષણ વિભાગના અધિકારીઓમાં જ ચર્ચા
પીપીપી મોડલ પર ચાલતી ઇન્ટરનેશલન બોર્ડ ધરાવતી સ્કૂલની ફી મુદ્દે શિક્ષણ વિભાગના અધિકારીઓમાં જ ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે સ્કૂલની જમીન અને બિલ્ડિંગ બંને સરકારની માલિકીના હોવા છતાં સરકાર સ્કૂલની ફી પર કોઈ અંકુશ રાખી શકી નથી. સ્કૂલની પ્રોવિઝનલ ફી નક્કી થયા બાદ સ્કૂલે વાંધો ઉઠાવી ફીમાં વધારાની માગ કરી હતી. સ્કૂલે દસ્તાવેજોમાં રજૂ કર્યું હતું કે, 2019-20માં 26 લાખ, 2020-21માં 36 લાખ અને 2021-22માં 45 લાખની ખોટ સહન કરવી પડી હતી.

2021-22માં 23 હજારનો વધારો કરાયો હતો

ધોરણસ્કૂલે માગેલીએફઆરસીની
ફીફાઇનલ ફી
ધો. 1-21.16 લાખ1.05 લાખ
ધો. 3-51.16 લાખ1,10,800
ધો. 6-71.16 લાખ116,000
ધો. 81.55 લાખ1,47,700
MYP–ધો.91.55 લાખ1,47,700
MYP–ધો.101.55 લાખ1,47,700
ધો. 112.95 લાખ2,71,000
ધો. 122.95 લાખ2,71,000

એફઆરસીના અનુસાર 2020-21માં ધો. 12ની 2.60 લાખ ફી હતી, જ્યારે 2021-22માં પહેલા રાઉન્ડ માટે એફઆરસીએ કોઈ વધારો ન આપતાં સ્કૂલે વિરોધ નોંધાવી ફી વધારવા અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...