અરજી:જિલ્લામાં સરકારની મોબાઇલ યોજના માટે 2700 અરજી આવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2779 અરજી પૈકી 1179 ખેડૂતને જ મોબાઇલનો લાભ મળ્યો

અમદાવાદ જિલ્લામાં સરકારની મોબાઇલ યોજના માટે ગતવર્ષે 2779 અરજીઓ આવી હતી. પરંતુ આમાંથી માત્ર 1179 ખેડૂતોને જ મોબાઇલનો લાભ મળ્યો છે. બાકીની અરજીઓ રદ થઇ ગઇ છે. જેના લીધે ખેડૂતોમાં ભારે નારાજગી છે. સરકાર તરફથી મોબાઇલની કિંમતના 60 ટકા અને 6 હજારની રકમમાંથી જેની કિંમત ઓછી હોય તેટલી રકમની સહાય લાભાર્થીને મળે છે.

ગતવર્ષે મોબાઇલ યોજના શરૂ થઇ ત્યારે સરકારી સબસીડી ઓછી હતી. જેના લીધે ખેડૂતો અરજી કરવામાં કોઇ રસ દાખવતા નહતાં. આ પછી અધિકારીઓ તરફથી રજૂ કરાયેલા સૂચનોના આધારે મોબાઇલ યોજનામાં સબસિડી વધારીને છ હજાર કરી હતી. જેના લીધે ગત વર્ષે સમગ્ર જિલ્લામાંથી 2779 ખેડૂતોએ અરજી કરી હતી. જેની સામે સરકાર તરફથી માત્ર એક હજારનો જ ટાર્ગેટ અપાયો હતો.

જેથી ડ્રો કરીને 1179 ખેડૂતોને લાભ અપાયો હતો. બાકીની અરજીઓ રદ કરી દેતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે આગામી વર્ષ 2022-23 માટે પણ અરજીઓ સ્વિકારવાની શરૂઆત કરી દેવાઇ છે. જેમાં અત્યાર સુધીમાં 900 અરજીઓ આવી છે. જોકે આ વખતે સરકાર તરફથી આપવામાં આવનાર ટાર્ગેટના આધારે જ ખેડૂતોને મોબાઇલની સબસિડીનો લાભ અપાશે. ખેડૂતોને ખેતી લાયક તમામ યોજનાઓ અને પાક અંગે મહત્વની માહિતી ઓનલાઇન મળી રહે તે માટે મોબાઇલ યોજના શરૂ કરાઇ છે. આ યોજનામાં સરકાર તરફથી સબસિડીનો લાભ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...