તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં થલતેજ, બોપલ, જોધપુર, બોડકદેવ સહિત વધુ 28 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 3 દૂર કરાયા, હવે 253 અમલી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નવા કન્ટેનમેન્ટ ઝોનમાં 27 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 228 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં થલતેજ, બોપલ, જોધપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં 28 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુ અને બોડકદેવના 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 253 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (27 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

28 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
જોધપુરના સાઉથ બોપલના સફલ પરીસર-1ના 4 મકાનોના 17 લોકો, સાઉથ બોપલની આરોહી ઈલેસિયમના 4 મકાનોના 11 લોકો અને ઝોડિયાર્ક આરીસના 2 મકાનોના 5 લોકો, વેજલપુરના વિનસ પાર્કલેન્ડના 4 મકાનોના 13 લોકો, વસ્ત્રાલની નિર્મલ રેસિડેન્સીના 30 મકાનોના 128 લોકો, વિરાટનગરની જયજગન્નાથ સોસાયટીના 8 મકાનોના 50 લોકો, ભાઈપુરા જશોદા ચોકડીના ક્રિષ્ના બંગલોઝના 13 મકાનોના 61 લોકો, ખોખરાના 4 મકાનોના 13 લોકો, નારોલના દેવ માણેક એપાર્ટમેન્ટના 50 મકાનોના 156 લોકો,વટવાની નિર્મલનગર સોસાયટીના 4 મકાનોના 15 લોકોને સામેલ કરાયા છે.

જ્યારે થલતેજના ડ્રાઈવ ઈન રોડ પરના સ્ટેટસ એપાર્ટમેન્ટના 8 મકાનોના 35 લોકો, કાવેરી સંગમ શીલજના 20 મકાનોના 80 લોકો, ટીવી ટાવર પાસેના ગાલા એટર્નિયાના 20 મકાનોના 80 લોકો, ઘાટલોડિયાના પ્રભાત ટેનામેન્ટના 8 મકાનોના 35 લોકો અને કર્મચારી નગર-1ના 19 મકાનોના 75 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.

ઉપરાંત બોડલદેવમાં ઝોડિયાર્ક એસ્ટરના 16 મકાનોના 65 લોકો અને તિર્થધામ એપાર્ટમેન્ટના 28 મકાનોના 100 લોકો, પાલડીના સુયસ એપાર્ટમેન્ટના 8 મકાનોના 29 લોકો, ન્યુ રાણીપના સહજાનંદ હોમ્સના 8 મકાનોના 18 લોકો અને વંદેમાતરમના 4 મકાનોના 22 લોકો, તેમજ વાસણાના સ્નેહલ ફ્લેટના 4 મકાનોના 14 લોકો, રાજયસ રિવાના 4 મકાનોના 13 લોકો અને આરૂષી બંગલોઝના 3 મકાનોના 11 લોકો, નવરંગપુરાના વિક્રમ એપાર્ટમેન્ટના 3 મકાનોના 10 લોકો અને ચાંદખેડામાં મોટેરાના વિઠ્ઠલ એક્ઝોટિકાના 13 મકાનોના 39 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ઠ કરાયા છે.

શહેરમાં 600થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 613 નવા કેસ અને 507 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,342 પર પહોંચ્યો છે. 25 માર્ચની સાંજથી 26 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 604 અને જિલ્લામાં 9 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 498 અને જિલ્લામાં 9 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 69,548 થયો છે. જ્યારે 69,548 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો