કોરોનાનો કહેર:વટવા, સાઉથ બોપલ, વસ્ત્રાલ, ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં 5 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 70 ઘરોના 383 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા
  • નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 27 ફેબ્રુઆરીથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 16 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે નવા 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. વટવા, સાઉથ બોપલ, વસ્ત્રાલ, ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં એમ પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 70 ઘરોના 383 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (27 ફેબ્રુઆરી)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

40 દિવસ બાદ અમદાવાદમાં 101 કેસ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં ફરી સંક્રમણ વકરતું હોય તેવું લાગી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી બાદ છેલ્લા પાંચ દિવસ વધુ કેસ નોઁધાઈ રહ્યા છે. ત્યારે 18 જાન્યુઆરી બાદ 40 દિવસ પછી અમદાવાદ શહેર અને જિલ્લામાં 101 કેસ નોધાયા છે. 25 ફેબ્રુઆરીની સાંજથી 26 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 99 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 71 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,569 થયો છે. જ્યારે 59,665 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...