કોરોના બેકાબૂ:વેજલપુરના વિનસ પાર્કલેન્ડના 56 અને શાહીબાગના ઓર્ચિડ ગ્રીનના 44 ઘર સહિત વિવિધ વિસ્તારમાં 12 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 27 એપ્રિલથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 356 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે જોધપુરની સુરભી એપાર્ટમેન્ટ અને રાણીપની શરદ સોસાયટી સહિત 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. જ્યારે 44ને દૂર કરાતા હવે શહેરમાં 324 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

શહેરમાં નારોલ, વટવા, વેજલપુર, શાહીબાગ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, નિકોલ, નવરંગપુરા, પાલડી, રાણીપ અને નારણપુરાના 12 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે.

જ્યારે મણિનગર, ખોખરા, સરખેજ, ગોતા , બોડકદેવ,ચાંદલોડિયા, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, રામોલ, નારણપુરા, એસપી સ્ટેડિયમ, વાસણા અને રાણીપના 44 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 324 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (27 એપ્રિલે)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં 5,679 નવા કેસ નોધાયા
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5,679 નવા કેસ સામે આવ્યા છે અને 1,827 દર્દી સાજા થયા છે. જ્યારે 27ના મોત થયા છે.

25 એપ્રિલની સાંજથી 26 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5619 અને જિલ્લામાં 60 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1760 અને જિલ્લામાં 67દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 27ના અને જિલ્લામાં બે દર્દીના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 143,984 થયો છે. જ્યારે 88,786 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,818 થયો છે.